પ્રતિનિધિ વનરાજસિંહ ખાંટ :
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, મોડાસા તાલુકા દ્વારા મેઢાસણ ખાતે ‘હર ઘર તિરંગા–તિરંગા પદયાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમના રંગે રંગાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર મેઢાસણ પંથક દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
મેઢાસણ હાઈસ્કૂલથી પ્રસ્થાન કરેલી તિરંગા પદયાત્રામાં યુવાનો, ભાજપના કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ દેશપ્રેમી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હાથમાં તિરંગા લહેરાવતા સહભાગીઓએ દેશભક્તિના નારા લગાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી.
આ પ્રસંગે મોડાસા વિધાનસભાના ધારાસભ્ય ભીખુસિંહજી પરમાર, મંડલ પ્રભારી ઇન્દ્રજીતસિંહ રાઠોડ, તાલુકા સંગઠન પ્રમુખ મહિપાલસિંહજી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ભીખુસિંહજી, તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ખાંટ, મહામંત્રી જીતુભાઈ, મોરચા પ્રમુખ દિનેશભાઈ, ઉપપ્રમુખ રાકેશભાઈ સહિત શાળાના પ્રમુખ, ટ્રસ્ટીઓ, આગેવાનો, ભાજપના કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
તિરંગા પદયાત્રા દરમિયાન દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિથી કાર્યક્રમમાં ઉત્સાહ અને દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
