ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ દવારા હાલોલ પંથક ના ૩ કુખ્યાત બૂટલેગરો ના કનેકશન કઠીવાડા નો પર્દાફાશ કરાયો…
પાવાગઢ પોલીસ મથક ની હદ ના સીંગપુર ચોકડી પાસે થી ૩.૭૧ લાખ ના વિદેશી શરાબ ની ૨૧૫૬ બોટલો ભરેલ ઈકો કાર અને પાયલોટી બાઈક સવાર યુવક ને ઝડપી પાડ્યો..!!
આ પહેલા ગોધરા એલ.સી.બી. ની ટીમે સીંગપુર ના સ્મશાન સામે થી ૫.૯૧ લાખ નો બિનવારસી વિદેશી શરાબ નો જથ્થો શોધી કાઢ્યો હતો..
—હાલોલ પંથક ના ત્રણ કુખ્યાત બૂટલેગરો મોહસીન,મહોબ્બતસિંહ અને હિતેષ જાડા ના પુનઃ સંગઠીત ગુન્હાહિત કારનામાઓ બહાર આવ્યા..
હાલોલ પંથક મા કુખ્યાત લિસ્ટેડ બૂટલેગરો ની સિન્ડિકેટ દવારા વિદેશી શરાબ ના જંગી વ્યાપાર ની ગેરકાયદે હેરાફેરીઓ કરવા માટે ના વેલ પ્લાન ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ માટે કોઈપણ પ્રકાર ના જોખમો વગર અને પોલીસ તંત્ર ના સકંજા માંથી બચવા માટે શિવરાજપુર પંથક મા આવેલા સીંગપુર ના અંતરીયાળ ડુંગરાળ વિસ્તાર ને વિદેશી શરાબ ના જંગી જથ્થા ની ફેરફેરી નો માર્ગ પસંદ કર્યો હતો એમા હાલોલ પંથક ના આ કુખ્યાત લિસ્ટેડ બૂટલેગરો મધ્યપ્રદેશ ના કઠીવાડા ખાતે રહેતા અને ગુજરાત મા વિદેશી શરાબ નો જંગી જથ્થો ઘુસાડનારા બુટલેગર શરાબી વ્યાપારીઓ નો મોબાઈલ ફોન ઉપર ઓર્ડર આપે કે તુરતજ કઠીવાડા માંથી વિદેશી શરાબ ના જથ્થા સાથે નીકળેલી બાઈકો શિવરાજપુર પંથક ના આ સીંગવાડ વિસ્તાર ના નિર્જન કહેવાતા ડુંગરાળ જંગલ વિસ્તારો મા આવી જતી અને હાલોલ પંથક ના એ બૂટલેગરો એ મોકલેલા વાહનો મા વિદેશી શરાબ નો જંગી જથ્થો ભરી ને બિનધાસ્ત ઘુસાડવામાં આવેલો હોવાનો પર્દાફાશ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ દવારા સીંગવડ ચોકડી ઉપર હાથ ધરેલા ઓપરેશન મા કરાયો હતો.જો કે આ પહેલા એટલે કે સોમવાર ની મોડી સાંજ ના અંધકાર મા ગોધરા એલ.સી.બી.ની ટીમ દવારા ચોક્કસ બાતમી ના આધારે સીંગવડ ના સ્મશાન પાસે ના જંગલ વિસ્તાર મા બિન વારસી હાલત મા મુકવામાં આવેલા અંદાઝે ૫.૯૧ લાખ રૂપિયા ની કિંમત ના અંદાઝે વિદેશી શરાબ ની ૩૪૮૦ બોટલો નો જંગી જથ્થો શોધી કાઢી ને પાવાગઢ પોલીસ મથક મા અજાણ્યા એકમાત્ર ઈસમ સામે ગુનો દાખલ કરાયો હતો.ગોધરા એલ.સી.બી.શાખા ની આ કામગીરી ના થોડા કલાકો બાદ એટલે કે સોમવાર ની મધ્યરાત્રી એ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ ના પી.આઇ. બી.પી.દેસાઈ ની ટીમ દવારા આજ સીંગવડ ચોકડી ઉપર હાથ ધરેલા ઓપરેશન મા હાલોલ ના કુખ્યાત ત્રણ લિસ્ટેડ બૂટલેગરો ના વિદેશી શરાબ ના જંગી જથ્થા ના વ્યાપારો ના કનેક્શન મધ્યપ્રદેશ ના કઠીવાડા નો પર્દાફાશ કરી ને પાયલોટિંગ કરતા બાઈક સવાર મધ્યપ્રદેશ ના કઠીવાડા ગામ ના વિક્રમ ઉર્ફે ભાયો દર્શનભાઈ બામણીયા રાઠવા ને તથા જી.જે.૧૭ એ.એચ.૦૭૪૨ નંબર ની ઈકો કાર માંથી અંદાઝે ૩.૭૧ લાખ ની કિંમત ના ૨૧૫૬ વિદેશી શરાબ ના જંગી જથ્થા ને ઝડપી પાડી ને કુખ્યાત બુટલેગર સિન્ડિકેટ ગેંગ ના ગેરકાયદે વ્યાપારો નો પર્દાફાશ કરી ને પાવાગઢ પોલીસ મથક મા ગુનો દાખલ કરાવતા બૂટલેગરો ની અંધારી આલમ મા ચહલ પહલ પ્રસરી જવા પામી હતી.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ ના પી.આઈ. બી.પી.દેસાઈ ની ટીમ દવારા પાવાગઢ પોલીસ મથક ના હદ મા આવતા સીંગપુર ચોકડી પાસે સોમવાર ની મધ્યરાત્રી એ હાથ ધરેલા ઓપરેશન મા ગેરકાયદે વિદેશી શરાબ ના જથ્થાબંધ વ્યાપારો ના ચોંકાવનારા કારનામાઓ નો પર્દાફાશ કરી ને અંદાઝે ૩.૭૧ લાખ રૂપિયા ના વિદેશી શરાબ ના ૨૧૫૬ બોટલો ના જથ્થા ભરેલ ઈકો કાર અને પાયલોટિંગ કરનાર બાઈક સવાર ને ઝડપી પાડ્યો હતો. એમા હાલોલ પંથક ના ત્રણ કુખ્યાત લિસ્ટેડ બૂટલેગરો હાલોલ ના મોહસીન મુસ્તાક શેખ, કોટામેડા ના મહોબ્બતસિંહ જશવંતસિંહ ચૌહાણ અને ચાંચડીયા ગામના જાડો ઉર્ફે હિતેશ જશવંત રાઠોડ ના વેલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નો પર્દાફાશ કર્યો હતો. એમા આ કુખ્યાત બૂટલેગરો ના ફોન ઓર્ડર ના આધારે મધ્યપ્રદેશ ના કઠીવાડા ગામ ના શરાબ નો સપ્લાયર કાગુ દેવસિંહ બામણીયા ૨૦ થી ૨૫ બાઈકો ઉપર વિદેશી શરાબ નો જંગી જથ્થો અંતરીયાળ માર્ગો ઉપર થી સીંગવડ ના આ ડુંગરાળ વિસ્તારો મા લાવતા અને હાલોલ પંથક ના બૂટલેગરો એ મોકલેલા આ વાહનો મા રાતોરાત ભરી ને ફટાફટ ધૂમ સ્ટાઈલ થી રવાના થઈ જતા હતા. જો કે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ દવારા હાલોલ પંથક મા આ કુખ્યાત બૂટલેગરો ના વિદેશી શરાબ ના ગેરકાયદે વ્યાપારો ના સંગઠીત ગુન્હાહિત કાવતરાઓ નો પુનઃ એક વખત પર્દાફાશ કર્યો હતો.
