(મયુર જાની)
હાલોલ ના હાર્દસમા એવા ટાવરચોક ખાતે સાફ સફાઈ ના અભાવે યમુના કેનાલ માંથી ધસમસતા પાણી નો પ્રવાહ જાહેર માર્ગો ઉપર ફરી વળતા ચોકી ઉઠેલા હાલોલ ન.પાલિકા ના સત્તાધીશો ની ટીમો દવારા યમુના કેનાલ થી તળાવ મા પાણી લઈ ને જતા આ જળમાર્ગ ની લાઈન ને સાફ કરવા માટે યુધ્ધ ના ધોરણે કામગીરીઓ શરૂ કરવા મજબૂર બન્યા હતા.જો કે હાલોલ ન.પાલિકા ના સત્તાધીશો ની વહીવટી ઉદાસીનતાઓ નો એક દાખલો એવો પણ છે કે હાલોલ થી પાવાગઢ રોડ જતા અને આવતા જાહેર માર્ગ ઉપર લાબા સમય થી ખાડાઓ નુ સામ્રાજ્ય આફતરૂપ છે સાથોસાથ ભૂગર્ભ ગટરો ના કામે જ્યાં ખાડાઓ ખોદવામાં આવ્યા હતા આ તકલાદી પુરાણો ના કામો મા જાહેર માર્ગો ઉપર ખાડાઓ પડી જાય છે આ ખાડાઓ વરસાદી માહૌલ મા વાહન ચાલકો માટે ગંભીર અકસ્માતો ને જ્યારે આમંત્રણો આપતા હોય ત્યારે હાલોલ ન.પાલિકા ના સત્તાધીશો દવારા અન્ય જવાબદાર વહીવટી વિભાગો સાથે સંકલનો કરી ને આ જીવલેણ ખાડાઓ પૂરવામાં આવે એવો પ્રજાલક્ષી અભિગમ દેખાડવો એ આવકાર દાયક કહેવાશે સાથોસાથ પાવાગઢ બાયપાસ રોડ ઉપર રહેણાંક પ્લોટો ના વેચાણ માટે મૂકવામાં આવેલ ધંધાકીય સ્કીમ ના વ્યાપારો મા વરસાદી પાણી ના જે કુદરતી નિકાલ ની વ્યવસ્થાઓ ઉપર પુરાણ કરી દેવામાં આવતા પાવાગઢ બાયપાસ રોડ ઉપર આવેલ એ જગ્યા એ ઘૂંટણ સમા પાણી હાઈ વે ઉપર ભરાઈ ગયા છે.ત્યારે હાલોલ ન.પાલિકા અને આર.એન્ડ.બી.ના સત્તાધીશો ની સંયુક્ત ટીમો દવારા પાવાગઢ બાયપાસ હાઈ વે ઉપર ભરાયેલા આ વરસાદી પાણી ના નિકાલ ની તાકીદે વ્યવસ્થાઓ જો નહી કરે તો ભારે વરસાદ મા આ પાવાગઢ બાયપાસ હાઈ વે ઉપર વાહન વ્યવહારો અટકી જશે નો ભય વાહન ચાલકો અને સ્થાનીક રહીશો મા દેખાઈ રહયો છે.

હાલોલ ના પ્રવેશદ્વાર થી શરૂ થતા આ પાવાગઢ બાયપાસ હાઈ વે ઉપર થી દરરોજ હજારો ની સંખ્યા મા વાહનો પસાર થતા હોય છે.આ બાયપાસ હાઈ વે ઉપર રહેણાંક હેતુઓ ના પ્લોટો ના વેચાણ માટે મૂકવામાં આવેલ સ્કીમ સંચાલકો એ કરેલા પુરાણો મા વરસાદી પાણી ના નિકાલ ની કુદરતી પધ્ધતિઓ પુરાણો મા ડૂબી જતા બાયપાસ હાઈ વે ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયેલા રહે છે આ વાહન ચાલકો માટે અકસ્માત ને આમંત્રણ આપે હોવાની સખ્ત નારાજગીઓ વાહન ચાલકો મા દેખાઈ રહી છે.
