(મયુર જાની)
હાલોલ ન.પાલિકા ના સત્તાધીશો દવારા ચોમાસા પૂર્વે વરસાદી પાણી નો પ્રવાહ કયાંયે અટકે નહી અને ઝડપભેર પાણી નો નિકાલ થાય અને શહેર મા કયાંયે ગંદકીઓ કે કચરા ના ઢગલાઓ દેખાય નહી આ માટે પ્રી•મોન્સુન ની કામગીરીઓ કરી હશે સંભવતઃ નાણાંકીય ખર્ચાઓ પણ ઉધારી દેવામાં આવ્યા હશે આ પ્રી•મોન્સુન ની કામગીરીઓ ક્યાં અને કેવા પ્રકાર ની કરવામા આવી આ અંગે લગભગ હાલોલ ના પ્રજાજનો અજાણ જ રહેતા હોય છે અને જ્યારે વરસાદી પાણી નો પ્રવાહ અટકી જઈ ને જાહેર માર્ગો જયારે પાણી મા ડૂબવા લાગે ત્યારે ત્યારે હાલોલ ન.પાલિકા ના પ્રી•મોન્સુન કામગીરીઓ ના પોકળ દાવાઓ બહાર આવતા હોય છે કાંઈક આજ પ્રકાર ના આજ ના બહાર આવેલા ચોંકાવનારા પ્રકરણ મા યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસેલા વરસાદ ના પાણી ના પ્રવાહ ડુંગર ઉપર થી નીચે ઉતરી ને વિશ્વામિત્રી નદી ના પાણી ના પ્રવાહ ને જીવંત કરે છે અને આ પાણી ના વહેતા પ્રવાહ માંથી યમુના કેનાલ મારફતે હાલોલ મધ્યે આવેલા તળાવ મા પાણી ભરાતા હોય છે.પરંતુ આજરોજ પાવાગઢ ડુંગર ઉપર વરસેલા ભારે વરસાદ ના પાણી નો ધસમસતો પ્રવાહ હાલોલ ના હાર્દસમા ટાવર પાસે આવેલ યમુના કેનાલ મા અવરોધાઈ ને ગંદકી અને કચરાઓ ના ઢગલાઓ સાથે ઘૂંટણસમા પાણી સાથે કસ્બા વિસ્તાર મા પાણી નો પ્રવાહ વહેતો થતા હાલોલ ન.પાલિકા ના સત્તાધીશો ની ચોમાસા પૂર્વે યમુના કેનાલ ની સફાઈ કરવામાં આવી હોવાના દાવાઓ ની પોલંપોલ બહાર આવી જવા પામી હતી.

જો કે હાલોલ ના હાર્દસમા ટાવરચોક મા આવેલ યમુના કેનાલ માંથી ધસમસતો વરસાદી પાણી નો પ્રવાહ છલકાઈ ને ઘૂંટણસમા પાણી સાથે જાહેર માર્ગો ઉપર થી વહી રહયો હોવાની ખબરો થી ચોકી ઉઠેલા હાલોલ ન.પાલિકા સત્તાધીશો દવારા તાત્કાલિક જે.સી.બી.ની મદદ થી યમુના કેનાલ ની સાફ સફાઈ ની કામગીરીઓ શરૂ કરાતા ટન બંધ કચરા ના ઢગલાઓ બહાર આવવા માંડ્યા હતા અને વર્ષ દરમિયાન યમુના કેનાલ મા ફેંકવામાં આવતા આ જોખમી કચરા ના ઢગલાઓ ના પાપે યમુના કેનાલ નો તળાવ ને જોડતો પાણી ના પ્રવાહ નો આ માર્ગ અવરોધાયો હોવાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે.
પાવાગઢ ડુંગર ઉપર ભારે વરસાદ ના પાણી ના વહેતા પ્રવાહ સાથે સંકળાયેલ યમુના કેનાલ ની સફાઈ વિસરાઈ જતા..
હાલોલ ના હાર્દસમા એવા ટાવરચોક પાસે આવેલ યમુના કેનાલ માંથી ધસમસતો પાણી નો પ્રવાહ જાહેર માર્ગ ઉપર વહેવા લાગતા પાલિકા ના પ્રીમોન્સુન ના દાવાઓ પોકળ દેખાયા..!!
પાલિકા એ જે.સી.બી.ની મદદ લેતા ટનબધ્ધ કચરા ના ઢગલાઓ બહાર દેખાવવા લાગતા પ્રજાજનો પણ સ્તબ્ધ…
