કાઝીરંગા,
આસામના કાઝીરંગામાં એક મુસાફર વાહન (ટ્રાવેલર) ટ્રક સાથે અથડાતાં ઓછામાં ઓછા ૨૩ લોકોનાં મોત નીપજ્યાં છે, તેમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. આ અકસ્માત કોહોરારેન્જમાંહાથીકુલી ટી એસ્ટેટ નજીક રંગાજન ખાતે નેશનલ હાઈવે (NH) ૭૧૫ પર થયો હતો, જ્યારે ૩૦થી વધુ મુસાફરોને લઈ જતી એક ઝડપી બસ (ટ્રાવેલર) ટ્રક સાથે અથડાઈ હતી.
આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે કોહોરા મોડેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, અધિકારીઓને આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમને જોરહાટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વાહનમાં કોલેજના વિદ્યાર્થીઓ સહિત લગભગ ૩૫ મુસાફરો સવાર હતા. અકસ્માત બાદ વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને બહાર કાઢવા માટે અનેક એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
ગોલાઘાટના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SP) સ્વપ્નનીલડેકાએ સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) ને જણાવ્યું કે, “અમે બધા ઘટનાસ્થળે છીએ અને બસમાંથીમૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે, તેથી મૃત્યુઆંકવધવાની શક્યતા છે.”
મુખ્યમંત્રી હિમંતા’ઊંડા આઘાતમાં’
અધિકારીઓ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, સોશિયલમીડિયા પર કેટલાક વીડિયો અને તસવીરો વાયરલ થયા છે, જેમાં ઘટનાસ્થળના હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળે છે. આ દ્રશ્યોમાં કોલેજના વિદ્યાર્થીઓ સહિતના લોકો જમીન પર પડેલા દેખાય છે, જ્યારે સ્થાનિક લોકો પીડિતોનેબચાવવા માટે દોડી રહ્યા છે.
મુખ્યમંત્રી હિમંતાબિસ્વાસરમાએ જણાવ્યું હતું કે તેઓ આ અકસ્માતથી ખૂબ જ વ્યથિત છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારની પ્રાથમિકતાઘાયલોને બચાવવાની અને તેમને શ્રેષ્ઠ તબીબી સારવાર મળે તે સુનિશ્ચિત કરવાની છે. તેમણે કહ્યું કે આસામના પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી અતુલ બોરા, જેઓ સ્થાનિક ધારાસભ્ય (MLA) પણ છે, તેઓ ઘટનાસ્થળે હાજર છે અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. “આજે વહેલી સવારે કાઝીરંગામાં બનેલી દુઃખદ દુર્ઘટનાથી હું અત્યંત વ્યથિત છું. આ નુકસાનની ગંભીરતાએ આપણા સૌને હચમચાવી દીધા છે, અને જેમણે પોતાના સ્વજનને ગુમાવ્યા છે તે દરેક પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. કોઈ પણ શબ્દો તેમની પીડાને ઓછી કરી શકતા નથી, પરંતુ હું તેમને એટલું જ કહેવા માંગુ છું કે તેઓ એકલા નથી. દુઃખની આ ઘડીમાં સમગ્ર આસામ તેમની સાથે છે,” તેમણે ‘X’ પર જણાવ્યું.
દરમિયાન, બોરાએ સંકેત આપ્યો કે મુસાફરોને લઈ જતું વાહન ટ્રાફિકનાનિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું અને તે ખૂબ જ ઝડપમાં હતું, જેના કારણે આ અકસ્માત સર્જાયો.
મીડિયાસુત્રોનાઅહેવાલ મુજબ, બોરાએ કહ્યું, “બસ ખૂબ જ ઝડપમાં હતી અને પાર્કની નજીક લાદવામાં આવેલા નિયંત્રણોનું ઉલ્લંઘન કરી રહી હતી. અમારું માનવું છે કે જ્યારે મિની બસનાચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો ત્યારે આ અકસ્માત થયો અને વાહન એક કન્ટેનર ટ્રક સાથે અથડાઈ ગયું.”
