ગુજરાત ના પ્રવેશદ્વાર કહેવાતા દાહોદ જિલ્લા ને અડી ને આવેલા સરહદી રાજ્યો માંથી એક જ પ્રકાર ની મોડસ ઓપરેન્ડી થી વૈભવી કારો મારફતે પ્રતિબંધીત નશાકારક પોષ ડોડા (અફીણ ના ઝીડવા) ઘુસાડવાના આ ડ્રગ્સ માફીયાઓ ના પેતરાઓ નો ધમધમાટો વધી રહયો છે ત્યારે દાહોદ ખાતે ચોક્કસ બાતમી ના આધારે નાર્કોટિક્સ વિંગ ના પોલીસ ઇન્સ્પેકટર જી.જે.ગામીત ની ટીમ દવારા એક ક્રેટા ગાડી નો દિલધડક પીછો કરી બોરખેડા ગામ પાસે આ ક્રેટા કાર ને આંતરી ને અંદાઝે ૩૯.૮૯ લાખ ની કિંમત ના ૨૬૫ કિલો અફીણ ના ડોડા નો જથ્થો જપ્ત કરી ને ભાગી છૂટેલા કાર ચાલક ને ઝડપી પાડવા માટે ના પ્રયાસો હાથ ધર્યા છે.સરહદી રાજ્યો મા બેઠેલા ડ્રગ્સ માફીયાઓ એ આ અફીણ ના ડોડા નો જથ્થો કાળા કલર ના પ્લાસ્ટિક ના થેલાઓ મા ભરી ને રવાના કરી ને ગુજરાત તરફ રવાના કર્યો હતો.
દાહોદ એન્ટી નાર્કોટિક્સ વિંગે કતવારા પોલીસ સ્ટેશનની હદમાં બોરખેડા ગામ પાસે ખેતરમાંથી 265.990 કિલો અફીણના ડોડા જપ્ત કર્યા. જથ્થાની કિંમત રૂ. 39,89,850 છે. પોલીસે સફેદ ક્રેટા કાર પણ કબજે કરી છે. કાર સહિત કુલ જપ્ત માલની કિંમત રૂ. 47,89,850 છે.એન્ટી નાર્કોટિક્સ વિંગ ના પોલીસ ઇન્સ્પેક્ટર જી.જે. ગામીત ના માર્ગદર્શન હેઠળ ટીમ નશીલા પદાર્થો સામે કાર્યવાહી કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ મથુરભાઈ ને સફેદ ક્રેટા કાર શંકાસ્પદ લાગી હતી.કારનો રજિસ્ટ્રેશન નંબર GJ 18 BF 8609 હતો. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચાલકે કાર રોકી નહોતી. ટીમે તેનો પીછો કર્યો હતો. કાર જાલત ગામે અવંતિકા હોટલ પાછળના રસ્તેથી બોરખેડા ગામના રાબડિયા ફળિયામાં ખુલ્લા ખેતર સુધી પહોંચી હતી. ત્યાં કાર મૂકીને ચાલક ભાગી ગયો હતો.કારમાં કાળા રંગની થેલીઓ માંથી વનસ્પતિ જન્ય નશીલો પદાર્થ મળ્યો હતો. સ્થળ પર બોલાવેલા એફએસએલ અધિકારીએ તપાસ બાદ તે અફીણના ડોડા હોવાનું પ્રમાણિત કર્યું હતું.પોલીસે અફીણના ડોડા અને રૂ. 8 લાખની ક્રેટા કાર કબજે કરી છે. કતવારા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
