સંતરામપુર તાલુકા ના ગોઠીબ ગામ મા સરકારી પડતર જમીન ઉપર ગેરકાયદે બાંધવામા આવેલા શોપિંગ સેન્ટર સંદર્ભમાં સંતરામપુર ના મામલતદાર આઇ.પી.પઠાણ દવારા સરકારી પડતર જમીન ઉપર કરવામા આવેલા ગેરકાયદે બાંધકામ ને દબાણકર્તાઓ ના ખર્ચે દૂર કરવાનો સખ્ત હુકમ ફરમાવતા ગોઠીબ પંથક મા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.સાથોસાથ સરકારી પડતર જમીન ઉપર ગેરકાયદે બાંધવામા આવેલ શોપિંગ સેન્ટર ના બાંધકામ ને તાકીદે દૂર કરવામાં આવે એવી પ્રજામાંગ પણ ઉભી થવા પામી છે.

સંતરામપુર તાલુકા ના ગોઠીબ ગામે આવેલ રે.સર્વે નં.૫૭૪ સરકારી પડતર જમીન ઉપર શોપિંગ સેન્ટર બાંધવામા આવ્યુ હોવાની ફરીયાદ સંતરામપુર તાલુકા સ્વાગત કાર્યક્રમ સમક્ષ પહોચતા ગોઠીબ ગામ ના સરકારી પડતર જમીન ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામ નો મુદ્દો ભારે ચર્ચાઓ મા આવ્યો હતો.આ સંદર્ભમાં સંતરામપુર મામલતદાર આઇ.પી.પઠાણ દવારા સરકાર તરફે ગોઠીબ ગામ ના રે.સર્વે. નં.૫૭૪ ની સરકારી પડતર જમીન ઉપર કરવામા આવેલા ગેરકાયદે બાંધકામ સંદર્ભમાં જમીન મહેસૂલ કાયદા કલમ ૬૧ મુજબ ની કાર્યવાહી હાથ ધરી ને રતનપુર ગામ ના સરોજબેન અરવિંદભાઈ પટેલ તથા અરવિંદભાઈ વ.પટેલ ને નોટીસ ફટકારી ને પુરાવાઓ સાથે હાજર રહેવાની સૂચનાઓ આપી હતી.જો કે આ જમીન અમોએ વેચાણ રાખી હતી અને પંચાયત ની બાંધકામ અંગે ની મંજૂરી બાદ નવેસર થી બાંધકામ કર્યું છે અને વેરા પણ ભરી રહયા હોવાની દલીલો કરાઈ હતી.પરંતુ સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટી દવારા કરવામા આવેલ તપાસો મા આ વિવાદીત શોપિંગ સેન્ટર નુ બાંધકામ ગોઠીબ ગામ ના સર્વે નંબર ૫૭૪ ની સરકારી પડતર જમીન મા કરવામા આવ્યુ હોવાનુ બહાર આવ્યુ હતુ. આ સંદર્ભમાં સંતરામપુર ના મામલતદાર આઇ.પી.પઠાણ દવારા સરકારી પડતર જમીન મા કરવામા આવતા બાંધકામ ને દબાણકર્તાઓ ના ખર્ચે દૂર કરવાના આદેશ ફરમાવતા સમગ્ર પંથક મા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.
