દાહોદ મા નકલીઓ ના બોલબાલા વચ્ચે વધુ એક કિસ્સો એવો સામે આવ્યો છે કે વિજાપુર તાલુકા ના અબાસણા ગામે થી વતન છોડી ને સંતરોડ ખાતે પરીવાર સાથે સ્થાયી થયેલા અને નાના મોટા વ્યાપારીઓ સાથે કેશ કલેક્શન કામ કરતા વ્યાપારી પ્રકાશ કાંતિલાલ પટેલ જ્યારે પીપલોદ ના બજાર મા કેશ કલેક્શન કરતા હતા ત્યારે ચાંદ્રી નામ ના એક યુવક ની મારફતે આ વ્યાપારી પ્રકાશ પટેલ ને બોલાવી ને એક અજાણ્યા ઈસમ જે જેનુ નામ પાછળ થી જાણવા મળયા પ્રમાણે ભયલુ દુબે ઉર્ફે શેખ અબ્દુલકાદીર મહંમદભાઇ હતુ આ ઈસમે પોતે દાહોદ એલ.સી.બી.શાખા ના પોલીસ કર્મચારી છુ અને તમે વ્યાજ નો ધંધો કરો છો એટલે તમને પોલીસ સ્ટેશન મા લઈ જવા પડશે અને આ વાત ની જાણ તમારી ઘરે કરી દો ના સત્તાવાહી રુઆબ સાથે જણાવતા ગભરાઈ ગયેલા વ્યાપારી એ ફોન ઉપર આ વાત પત્ની ને જણાવતા આ ઈસમે વ્યાપારી ની પત્ની સાથે પોલીસ કર્મચારી ના રુઆબ સાથે આ મામલો અહી પરાવવો હશે તો પતિ જશે અને પોલીસ સ્ટેશન મા ગયા પછી કાંઈ થઈ શકશે નહી નો ભય બતાવી ને પતાવટ માટે ૧ લાખ રૂપિયા ની માંગણી કરી હતી.આ માંગણી થી ગભરાઈ ગયેલા આ વ્યાપારી એ પોતે ગરીબ છે અને દીકરી નર્સિંગ મા અભ્યાસ કરે છે ફી પણ ભરાઈ શકી નથી ની અનેક કાકલૂદીઓ કરતા આ પોલીસ કર્મચારી એ અંતે ૬૦ હજાર મા પતાવટ કરી ને ગૂગલ પે થી ૪૦ હજાર રૂપિયા તાત્કાલિક ટ્રાન્સફર કરાવ્યા હતા અને બાકી ના ૨૦ હજાર રૂપિયા બીજા દિવસે સવારે આપી જજો અને આ વાત કોઈ ને કહેતા નહી નો દમ મારી ને પોતાનુ નામ શેખ અબ્દુલકાદીર મહંમદભાઇ છે પરંતુ બધા મને ભયલુ દુબે થી બોલાવતા હોવાનુ જણાવ્યુ હતુ જો કે વ્યાપારી ને મોડી રાત્રે શંકા જતા અને તપાસ કરતા પીપલોદ મા બપોર ના રોજ એલ.સી.બી.શાખા ના પોલીસ કર્મચારી ની ઓળખ આપી ને ૪૦ હજાર પડાવનાર આ ભયલુ દુબે ઉર્ફે શેખ અબ્દુલકાદીર મહંમદભાઇ પોતે પોલીસ નહી પરંતુ પીપલોદ મા રહેતો પત્રકાર હોવાની જાણ થતા વેંત નકલી પોલીસ થી છેતરપિંડી નો ભોગ બનેલા આ વ્યાપારી પ્રકાશ પટેલે પીપલોદ પોલીસ મથક મા ફરીયાદ આપતા આ નકલી પોલીસ ભયલુ દુબે ઉર્ફે શેખ અબ્દુલકાદીર સામે બી.એન.એસ.એક્ટ ની કલમ ૨૦૪,૩૦૮(૨) મુજબ ગુનો દાખલ કરી ને પીપલોદ ના પી.એસ.આઈ. એન.એન.પરમારે તપાસો હાથ ધરી છે.પીપલોદ મા પત્રકાર તરીકે ફરતા અને વ્યાપારી પાસે થી રૂપિયા ખંખેરવા માટે એલ.સી.બી.શાખા ના નકલી પોલીસ કર્મચારી બનેલા આ ભયલુ દુબે ઉર્ફે શેખ અબ્દુલકાદીર એકદમ વૈભવી જીવન શૈલી મા રહે છે અને ઉચ્ચ અધિકારીઓ રાજનેતાઓ સાથે એકદમ અંગત સબંધો હોવાની તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ ઉપર મૂકતો હતો એમા હીરોઈન અરૂણા ઈરાની અને અન્ય તસ્વીરો પણ મૂકી હતી.જો કે પત્રકાર ના બદલે એલ.સી.બી.શાખા ના નકલી પોલીસ કર્મચારી ની ઓળખ આપનારા આ ભયલુ દુબે ને કેટલાક પોલીસ કર્મચારીઓ સાથે ખાસ સબંધો હોવાની ચર્ચાઓ પણ સમાંતરે શરૂ થવા પામી છે.
Add A Comment
