દાહોદમાં એક યુવકને શેરમાર્કેટ માં રોકાણ પર વધુ પ્રોફીટ આપવાની લાલચ આપી એક ઓનલાઈન એપ્લીકેશન ના માધ્યમથી યુવક પાસેથી રૂપીયા ૧૦,૨૦,૦૦૦ની ફ્રોડ કરનાર ઓનલાઈન ઠગો વિરૂધ્ધ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાંતાં પોલીસે આ ગુન્હામાં સંડોવાયેલા ૦૩ આરોપીઓને બક્સર બિહારથી ઝડપી પાડી દાહોદ મુકામે લાવી પોલીસે આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
દાહોદમાં થોડા દિવસો પહેલા એક યુવકને સોશીયલ મીડીયા ના માધ્યમથી યુવકને શેરમાર્કેટ માં રોકાણ પર વધુ પ્રોફીટ આપવાની લાલચ આપી દાહોદના યુવક પાસેથી કુલ રૂપીયા ૧૦,૨૦,૦૦૦ની માતબર રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી પડાવી લેવામાં આવી હતી. તેની સામે યુવકને વધુ પ્રોફીટ પણ આપવાની લાલચ સોશીયલ મીડીયા ના માધ્યમથી ઈસમોએ આપી હતી પરંતુ રોકાણ કરેલ મુળ મુડી તેમજ પ્રોફીટ ની રકમ પણ પરત ન મળતાં પોતાની સાથે ઓનલાઈન ઠગાઈ હોવાનું યુવકને માલુમ પડતાં યુવકે આ મામલે દાહોદ સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હતી. દાહોદ સાયબર ક્રાઈમ પોલીસે ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા હતાં જેમાં પોલીસે ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સ ના માધ્યમથી તપાસ કરતાં આરોપીઓ બક્સર બિહારમાં હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસ કાફલો તાત્કાલિક બક્સર બિહાર પહોંચ્યાં હતાં અને જ્યાં લોકેશન ના આધારે સ્થળ પર પહોંચી આ ગુન્હામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓ જેમાં મોહમ્મદ શમી અલી મોહમ્મદ ગુલવાસ, દિપુ કુમાર દ્વારીકા પાંડે અને ધર્મેન્દ્રકુમાર જગદયાલ યાદ (ત્રણેય રહે.બક્સર, બિહાર) ખાતેથી ઝડપી પાડી દાહોદ પોલીસ મથકે લઈ આવી હતી. આરોપીઓ પાસેથી પોલીસે ૧૦,૨૦,૦૦૦ પૈકી રૂપીયા ૪,૩૯,૨૧૫ની રકમ રીકવર પણ કરી છે. ઝડપાયેલ આરોપીઓની પુછપરછમાં વધુ હકીકતો પણ સામે આવી શકે તેમ છે.
આ સંબંધે દાહોદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
