ગોધરા તાલુકા ના ધનોલ ગ્રામ પંચાયત ના કાર્યક્ષેત્ર મા મુખ્યત્વે મનરેગા યોજના અંતર્ગત અને અન્ય વિકાસ ના કરવામાં આવેલા કામો અને નાણાકીય ચુકવણાઓ ની ઝીણવટપૂર્વક ની તપાસો ની માંગ થી ગોધરા તાલુકા પંચાયત ના વહીવટી ટેબલો ફરતે મામલો ગરમાયો છે.આ ઘટનાક્રમ વચ્ચે ગોધરા થી અંદાઝે પાંચેક કી.મી. ના અંતરે આવેલ અને એક સમયે સ્વ ભંડોળ ની આવક મા આર્થિક રીતે સધ્ધર કહેવાતી આ ગ્રામ પંચાયત ના કાર્યક્ષેત્ર મા વિકાસ કામો ના ઓથા હેઠળ જે લાખ્ખો રૂપિયા ના નાણાંકીય ચુકવણાઓ કરવામાં આવ્યા છે આ છેલ્લા પાંચ વર્ષો નો એટલે કે આ ગ્રામ પંચાયત ની ચૂંટણી જાહેર થાય આ પહેલા જો વિકાસ ના કામો ની યાદીઓ સાથે જો સ્થળ તપાસો હાથ ધરવામા આવે તો ખુદ વહીવટી ટીમ ચકરાવે ચડી જાય એવી દહેશત ભરી સ્ફોટક ફરીયાદ સ્વરૂપ ની રજૂઆત પંચમહાલ જિલ્લા પંચાયત ના સત્તાધીશો સમક્ષ પહોંચી ચૂકી છે એમા ગોધરા થી અંદાઝે પાંચ કિલો મીટર ના અંતરે આવેલ આ ગ્રામ પંચાયત મા ગામ નુ નામ છુપાવવાની વિનંતી સાથે આ વિકાસ ના કામો ની તપાસો ગોધરા તાલુકા ના પંચાયત ની વહીવટી ટીમો ને નહી પરંતુ અન્ય તાલુકા સત્તાધીશો ની ટીમ અગર તો જિલ્લા કક્ષા ની ટીમ દવારા તપાસો કરવામા આવે એવો ખાસ અનુરોધ કરવામા આવ્યો છે.
પંચમહાલ જિલ્લા પંચાયત ના સત્તાધીશો સમક્ષ કરવામા આવેલ આ ગુપ્ત રજૂઆત મા ગોધરા થી અંદાઝે પાંચેક કિલો મીટર ના અંતરે આવેલ આ ગ્રામ પંચાયત ના કાર્યક્ષેત્ર મા આંખો ફાડી નાખે એવા કરવામાં આવેલા પેવર બ્લોક ના કામો માટે રાતોરાત પેવર બ્લોક બનાવવાનો ઉદ્યોગ શરૂ કરાયો અને આ કામો ના લાખ્ખો રૂપિયા પોતાના ઘર મા જ આવ્યા હોવાના વહીવટો સામે ચોંકાવનારી આશંકાઓ વ્યક્ત કરાઈ છે.આ ગ્રામ પંચાયત મા સરકાર ની અનેક વિધિ યોજનાઓ ના ગ્રાન્ટ ના નાણા માંથી તો ઠીક આ ગ્રામ પંચાયત ની આર્થિક સધ્ધરતા ટકાવી રાખવા માટે સ્વ ભંડોળ મા જમા થતી વ્યવસાય વેરા ના નાણા ને બેંક મા ફીક્સ ડીપોઝિટ તરીકે મૂકવામાં આવ્યા હતા આ લાખ્ખો રૂપિયા બેંક માંથી પરત લઈ ને વિકાસ ના કામો ના નામે સફાચટ કરી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે.જો કે લગભગ ગોધરા શહેર ને અડી ને આવેલ આ ગ્રામ પંચાયત મા છેલ્લા પાંચ વર્ષો મા વિકાસ ના કામો ની વહીવટી અને તાંત્રીક મંજૂરીઓ આપ્યા બાદ કરવામાં આવેલા નાણાકીય ચુકવણાઓ ના બીલો નો જો અભ્યાસ સાથે સ્થળ તપાસો હાથ ધરવામા આવે તો “ભૂવો ધુણે તો નાળીયેર ઘર તરફ જ ફેકે” ની કહેવત ની જેમ ચોંકાવનારા રહસ્યો બહાર આવવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.
