દે.બારીઆ કૃષિપંચ અને મામલતદાર દવારા પીપલોદ ગામે આવેલ એક જમીન સંદર્ભમાં ગણોતધારા ની કલમ ૮૪(સી) હેઠળ આ જમીન મા ખેડૂત ખાતેદાર દે.બારીઆ ના સરનામે ગઈકાલ એટલે કે તા.૧‘ ઓક્ટોબર ના રોજ નોટીસ ફટકારી ને ખેડૂત ખાતેદાર હોવાના પુરાવાઓ સાથે તા.૧૯‘ઓક્ટોબર ના રોજ તેઓ સમક્ષ હાજર રહેવાના આદેશ કરી ને આ નોટીસ ગત્ રોજ તૈયાર કરવામાં આવી હતી.આ નોટીસ પીપલોદ ના તલાટી કમ મંત્રી કે ખેડૂત ખાતેદાર ને પહોચતી કરવા માટે ટપાલ વિભાગ મારફતે રવાના થાય આ પહેલા આ નોટીસ સોશીયલ મીડીયા ના માધ્યમ થી ફરતી થઈ જતા ખેડૂત ખાતેદાર ના વારસો ચોકી ઉઠ્યા છે.એટલા માટે કે દે.બારીઆ કૃષિપંચ અને મામલતદાર દવારા ગણોતધારા ની કલમ ૮૪(સી) હેઠળ ની નોટીસ મહંમદભાઇ મુસાભાઈ ટુણીયા ના ગુજરે વારસો ના ૩ ખેડૂત ખાતેદાર વારસો ને ફટકારવામાં આવી છે. અને તેઓનું સરનામુ દે.બારીઆ બસ ડેપો ની પાસે રાણી બંગલા કમ્પાઉન્ડ દર્શાવી ને પીપલોદ ના સર્વે નં.૩૭૮/૩ નો ઉલ્લેખ કરવામા આવ્યો છે આ બન્ને હકીકતો ખોટી એટલે કે ગેરમાર્ગે દોરે એવી હતી એટલા માટે કે આ ખેડૂત ખાતેદાર ના વારસો વર્ષો થી ગોધરા મા જ રહે છે તેઓનું દે.બારીઆ મા રહેવા ગયા હોય એવુ કોઈ સરનામુ જ નથી ધરાવતા અને પીપલોદ ખાતે આવેલ તેઓની સર્વે નંબર ની જમીન નો સર્વે નંબર પણ અલગ અને અન્ય કોઈક ની માલીકી નો હોવાનુ દેખાતા ગોધરા મા રહેતા ખેડૂત ખાતેદારો પણ સોશિયલ મીડિયા ના માધ્યમ થી ફરતી કરવામા આવેલ આ નોટીસ જોઈ ને ચોકી ઉઠ્યા હતા.
જો કે દે.બારીઆ ના કૃષિપંચ અને મામલતદાર દવારા દે.બારીઆ ના ભ્રામક સરનામે રહેતા મહંમદભાઇ ટુણીયા ના ગુજરે વારસો (૧)ટુણીયા અમીનાબેન મહંમદમુસા ની વિધવા(૨) ટુણીયા સુલેમાન મહમદ (૩)ટુણીયા અહેમદભાઈ મહમદ વી.ને ખેડૂત ખરાઈ સંદર્ભમાં ગણોતધારા ની કલમ ૮૪(સી) હેઠળ ની નોટીસ ફટકારી છે એમા પીપલોદ નો જમીન નો સર્વે નંબર ભલે અલગ છે પરંતુ ખેડૂત ખાતેદાર ના મૃતક વારસદાર ને દે.બારીઆ સ્ટેટ ના સમયગાળા દરમિયાન ૧૯૫૩ મા ઈનામ તરીકે ખેતી ની જમીન આપવામાં આવી હતી આજ પ્રકારે આજ ગામ ના અન્ય રહીશો ને પણ ઈનામી ખેતી જમીનો જીવન નિર્વાહ માટે આપવામાં આવી હતી.આ ૧૯૫૩ થી ઈનામી જમીન ધારણકર્તા મહંમદભાઇ મુસાભાઈ ટુણીયા નુ અવસાન થતા અંદાઝે ૨૦૦૮ મા તેઓના વારસદારો ના નામો વારસાઈ હક્કે દાખલ કરવામા આવ્યા હતા એમા આ જમીન મા વારસાઈ હક્કો ધરાવતા વારસદારો ના નામો દાખલ કરવાના દે.બારીઆ સીવીલ અદાલત ના હુકમ નો અમલ કરવાના બદલે અચાનક આવેલ એક ત્રાહીત અરજદાર ની અરજી ના આધારે પીપલોદ ની એ જમીન ના ખેડૂત ખાતેદારો સામે ગણોતધારા ની કલમ ૮૪(સી) હેઠળ ની નોટીસ પાઠવી ને ખેડૂત ખાતેદાર હોવાના પુરાવાઓ સાથે હાજર રહેવા નુ સોશિયલ મીડિયા મા એજ દિવસે એટલે કે ગઈકાલે જ ફરતી થયેલ નોટીસ થી જાણવા મળતા ગોધરા મા રહેતા આ ખેડૂત ખાતેદારો ચોકી ઉઠ્યા છે.અને મામલે દાહોદ થી લઈ ને ગુજરાત ના મહેસૂલી તંત્ર ના ઉચ્ચ સત્તાધીશો સમક્ષ ફરીયાદ સ્વરૂપ મા પહોંચે એવા સંકેતો દેખાઈ રહયા છે.
