વડોદરા ખાણ ખનીજ ના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ની ટીમ ના ઓપરેશન મા “દાહોદ ખાણ ખનીજ કચેરી ના સાહેબો” ઉઘતા ઝડપાયા…
દે.બારીઆ પંથક મા આવેલ પાનમ નદી અને ઉજ્જવળ નદી ના પટ અને અડી ને આવેલા ખેતરો માંથી ખનન માફીયાઓ ના બેફામ રીતે ઉલેચવાના કાળા કારોબારો સામે અનેક ફરીયાદો વચ્ચે દાહોદ ખાણ ખનીજ કચેરી ના સત્તાધીશો ના ભેદી મૌન વચ્ચે વડોદરા ખાણ ખનીજ કચેરી ના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ની ટીમ દવારા ઉચવાણ ગામે પાનમ નદી માંથી રેતી ઉલેચવાના કાળા કારોબારો ઉપર રેડ કરી ને બે હિટાચી મશીનો સમેત ૧૧ હાઈવા ડમ્પરો ને ઝડપી પાડતા ખનન માફીયાઓ ની અંધારી આલમ મા જબરદસ્ત હાહાકાર પ્રસરી જવા પામ્યો હતો.જો કે વડોદરા ખાણ ખનીજ વિભાગ ના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ની ટીમ ના હાથે ઝડપાયેલા બે હિટાચી મશીનો તો નદી ના પટ મા રહેવા દઈ ને ૧૧ હાઈવા ડમ્પરો ને ઝડપી પાડ્યા હતા આ કરોડો ની કિંમત નો મુદ્દામાલ કોઈપણ સરકારી કચેરી ના આંગણ મા સલામતીઓ સાથે મુકવાના બદલે દે.બારીઆ નગર ને છોડી ને જપ્ત કરાયેલા આ ૧૧ ડમ્પરો ના કાફલા ની હારમાળા ને અંદાઝે ૨૦ કી.મી. ના અંતરે આવેલ પંચેલા હાઈ વે ની બાજુ મા આવેલ ઘનશ્યામ રેતી ના સ્ટોક ના સી.સી.ટી.વી.કેમેરાઓ ની નજરો સમક્ષ મૂકી ને આ સપેશિયલ ટાસ્ક ફોર્સ ની ટીમે એક ગંભીર આશ્ચર્ય ની આશંકાઓ દેખાડી હતી.ટીમ ના હાથે ઝડપાયેલા ૧૧ હાઈવા ડમ્પરો પૈકી કેટલાક નંબર પ્લેટ વગર ના અને અન્ય રાજ્યો ના પાર્સિંગ ધરાવતા હોઈ આ અંગે આર.ટી.ઓ. અને પોલીસ તંત્ર નો તપાસો માટે સુપ્રત કરવાના બદલે રવાના થઈ જવા જેવી કાર્યવાહીઓ કરતા આ રેડ મા ખાણ ખનીજ તંત્ર નહી પરંતુ “ખનન માફીયાઓ” સુપર પાવર” સાબિત થયા હોય જેવો ઘાટ સર્જાયો હતો.ટીમ ના હાથે ઝડપાયેલા ૧૧ હાઈવા ડમ્પરો પંચેલા ગામે નેશનલ હાઈ વે અડી ને આવેલ ઘનશ્યામ રેતી સ્ટોક યાર્ડ ના કેમ્પસ મા કેદ છે કે પછી ગેરકાયદે રેતી ભરવા રાતોરાત દોડતા થઈ ગયા કે શુ ? દાહોદ જિલ્લા ના સત્તાધીશો તપાસો કરશે કે કેમ? આ અંગે ની તરેહ તરેહ ની ચર્ચાઓ શરૂ થવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીઆ તાલુકામાંથી પસાર થતી પાનમ તેમજ ઉજળ નદીમાં થી એટલેકે બૈણા ટીડકી જુના બારિયા ભુવાલ ઉચવાણ. ચેનપુર ના નાથુડી રાણીપુરા રાતડીયા રામા સહિતના ગામોમાંથી મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે રાત દિવસ ગેરકાયદેસર રેતીના ઓવરલોડ હાઇવા ડમ્પરો જાણે બે રોક ટોક દેવગઢ બારીઆ નગરમાંથી પસાર થતા હોઈ તેમ જોવા મળી રહ્યા છે ત્યારે કેટલાક વિસ્તારમાં નદી પટ્ટ માંથી તો ક્યાંક નદીના પટની આસપાસ આવેલા ખેતરો મથી રેત માફીયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરતા જોવા મળી રહ્યા છે ત્યારે તેવી જ રીતના દેવગઢ બારીયા તાલુકાના ઉચવાણ ગામે ગેરકાયદેસર મોટાપાયે રેતી ખનન થતું હોવાનું સ્પેશિયલ ટાસ્ક ફોર્સ વડોદરાની ટીમ ને આ બાબતે જાણ થતા ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા બાતમી મળેલી જગ્યા ઉપર ગતરોજ અલગ અલગ ટીમો બનાવી બાટલી વાળી જગ્યા ઉપર ઉચવાણ ગામની પાનમ નદીમાં રેડ કરતા નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા બે હિટાચી મશીન મળી આવેલા અને ત્યાર પછી રેતી ભરવા આવેલા ૧૧ જેટલા હાઇવા ડમ્પરો ઝડપાઈ ગયેલા જેમાં કેટલા ડમ્પર ના ચાલાકો એ બહારની ટીમ દ્વારા રેડ પડી હોવાની જાણ થતા રેતી ભરેલા ડમ્પરો ખાલી કરી દીધા હતા તો કેટલાક ચાલકો નાસી છૂટ્યા હતા જેને લઇ રેડ કરનારી ટીમ દ્વારા બે હિટાચી મશીન તેમજ ૧૧ હાઇવા ડમ્પરો મળી અંદાજે કુલ બે કરોડથી વધુ નો મુદ્દા માલ જપ્ત કરી બે હિટાચી મશીન સ્થાનિક ગ્રામ પંચાયત ને સુપ્રત કર્યા હતા જ્યારે ૧૧ હાઇવે ડમ્પરો દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામે આવેલા ઘનશ્યામ રેતી સ્ટોકર ખાતે મૂકવામાં આવ્યા હતા ત્યારે આ રેડને લઈ રેત માફિયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે આ રેડ થી સ્થાનિક વહીવટી તંત્રથી લઈ જિલ્લા ખનીજ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

દેવગઢ બારીઆ ના ઉચવાણ ગામે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ટીમની રેડને લઈ રેડ કરનાર અધિકારીઓને રેડ અંગે મીડિયા દ્વારા પૂછપરછ કરવા જતા અધિકારીઓ મીડિયા થી દૂર રહ્યા હોય તેમ જોવાતા અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.
દેવગઢ બારીઆ તાલુકાના ઉચવણ ગામે થયેલી રેડ માં ઝાડપાયેલ ૧૧ હાઇવા ડમ્પર ઝડપાયા હતા તે પંચેલા ગામે આવેલા ઘનશ્યામ રેતી સ્ટોક ના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવ્યા હતા જેમાંથી કેટલાક હાઇવા ડમ્પરો રાતો રાત છૂટી ગયા હોવાનું પણ સ્થાનિક લોકોમાં ચર્ચા પણ રહ્યું છે ત્યારે આ હાઈવા ડમ્પરો કોના ઇશારે રાતોરાત છોડી દેવામાં આવ્યા જેવા પણ અનેક સવાલો ઊઠવા પામ્યા છે
