વડોદરા/સુરત/સુરેન્દ્રનગર/જૂનાગઢ,
કેન્દ્રીય ચૂંટણી પંચનામુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનારાજીનામાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા અલગ-અલગ શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા જ્ઞાનેશકુમારનારાજીનામાની માંગ સાથે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં કોઇપણ પ્રકારની પરવાનગી વગર રેલી કાઢવામાં આવતા 200થી વધુ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને અલગ અલગ મહિલા મોરચા તેમજ NSUIના કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને જોતા સીનીયર પોલીસ અધિકારીઓ સહીતબી ડિવિઝન પોલીસ અને જોરાવરનગર પોલીસ ટીમ, એ ડિવિઝન પોલીસની ટીમ સહિત અંદાજિત150થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નૌશાદસોલંકી દ્વારા, ચૂંટણીપંચ લોકશાહીની હત્યા કરી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનારાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને પદાધિકારીઓ જોડાયા હતા.
ચૂંટણી પંચ દ્વારા ગેરરીતિઓઆચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશકુમારનારાજીનામાની માંગણી સાથે કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીની બહાર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરનારાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી હતી.
વડોદરા શહેરમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહસોલંકીનીઆગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો કાળા કપડાં અને કાળી પટ્ટી સાથે રસ્તા પર ઉતર્યા હતા. મહિલા કાર્યકરો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો કાળા વસ્ત્રોમાં વિરોધ કરતા જોવા મળ્યા હતા.
આ વિરોધમાં કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ તેમના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસેજ્ઞાનેશકુમારનાકાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયોની નિષ્પક્ષ સમીક્ષા કરવાની માંગ પણ કરી હતી. આ ઉપરાંત તેમના કાર્યકાળમાં લેવાયેલા નિર્ણયોને લઈને કાનૂની કાર્યવાહી કરવાની માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
વડોદરામાંયોજાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે લોકશાહી અને મતાધિકારના રક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. કાર્યકરોએ ચૂંટણી પંચની સ્વાયત્તતા અંગે સવાલો ઉઠાવી પોતાના વિરોધને રજૂ કર્યો હતો. કાળા કપડાં, કાળી પટ્ટી, ભગતસિંહની તસવીરો અને સવાલો લખેલા બેનરો સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.

પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહસોલંકીનીઆગેવાનીમાંયોજાયેલા વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચૂંટણી કમિશનરનારાજીનામાની માંગ સાથે સતત સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિરોધમાંજોડાયેલાકાર્યકરોએ ચૂંટણી પંચની સ્વાયત્તતા અને મતાધિકારનામુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી.
કોંગ્રેસના આ વિરોધ દરમિયાન ખાસ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માંગ, તેમના રાજીનામાની માંગ તથા તેમના કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયોની નિષ્પક્ષ સમીક્ષા અને કાનૂની કાર્યવાહીની માંગ મુખ્ય મુદ્દા રહ્યા હતા.
વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો કાળા વસ્ત્રોમાં રસ્તા પર ઉતર્યા હતા. હાથમાં ભગતસિંહની તસવીરો અને બેનરો સાથે કાર્યકરોએ પોતાની માંગણીઓ રજૂ કરી હતી. નારેબાજી અને સૂત્રોચ્ચાર વચ્ચે કોંગ્રેસે ચૂંટણી પંચની સ્વાયત્તતા અંગે સવાલો ઉઠાવી વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહસોલંકીનીઆગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ કાળા કપડાં અને કાળી પટ્ટી સાથે વિરોધ નોંધાવ્યો હતો. ભગતસિંહની તસવીરો અને “સ્વાયત્ત ચૂંટણી પંચ કે ભાજપનુંટૂલ?” લખેલા બેનરો સાથે કાર્યકરોએનારેબાજી કરી હતી. કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા, તેમના રાજીનામા, તેમના કાર્યકાળનાનિર્ણયોની નિષ્પક્ષ સમીક્ષા અને કાનૂની કાર્યવાહીની માંગ કરી હતી.
