અવધ એક્સપ્રેસ | રાજકોટ
રાજકોટ જીલ્લાના મેટોડાGIDC ખાતે જ્યોતિ CNC નામની કંપનીના એસેમ્બલિંગ યુનિટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના કારણે કાળા ધુમાડાનાગોટેગોટા દૂર-દૂરથી સ્પષ્ટપણે જોઈ શકાતા હતા.
આગની ઘટના મામલે મળતી માહિતી મુજબ,જ્યોતિ CNC ફેક્ટરીના એસેમ્બલિંગ યુનિટમાં લાગી હતી. આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટર્સનીટીમો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગનેકાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. પાણીનો સતત મારો ચલાવીને લાંબા સમયની જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
જોકે, આગને કારણે એસેમ્બલિંગ યુનિટમાં કેટલું નુકસાન થયું છે, તેની ચોક્કસ વિગતો હાલમાં સામે આવી નથી. નુકસાનના અંદાજ અંગે તપાસ ચાલી રહી છે.
