સામાજિક સેવા, રાષ્ટ્રપ્રેમ અને ધાર્મિક જાગૃતિના વિવિધ કાર્યો સાથે સંકળાયેલા કાવરીયા સેના સંગઠન દ્વારા ગુજરાત માટે મહત્વની નિમણૂક જાહેર કરવામાં આવી છે. મહંત શ્રી ત્રિલોકી નાથજી મહારાજના માર્ગદર્શન હેઠળ કાવરીયા સેના સંગઠન – સંપૂર્ણ ભારત મંદિર મિશન દ્વારા શ્રીમતી સોનલબેન ડાંગરિયાની ગુજરાત પ્રદેશના સહપ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ પ્રસંગે મહંત શ્રી ત્રિલોકી નાથજી મહારાજે સોનલબેન ડાંગરિયાને નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવતાં તેમના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
સંગઠનના જણાવ્યા મુજબ કાવરીયા સેના દેશના વિવિધ રાજ્યોમાં ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રહિતના કાર્યો સાથે સંકળાયેલું છે. કાવડ યાત્રાના આયોજન ઉપરાંત ભારતીય સંસ્કૃતિના સંવર્ધન, સામાજિક સમરસતા, ભાઈચારો, દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના સંદેશના પ્રસાર માટે સંગઠન કાર્યરત હોવાનું જણાવાયું છે.
નિમણૂક બાદ સોનલબેન ડાંગરિયાએ ગુજરાતના નાગરિકોને સંગઠનના સેવાકીય અને ધાર્મિક કાર્યો સાથે જોડાવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજમાં સેવા, સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ અને પરસ્પર સદભાવના વધે તેવા હેતુથી વધુમાં વધુ લોકો સંગઠન સાથે જોડાય તે જરૂરી છે.
