અવધ એક્સપ્રેસ | ગાંધીનગર,
ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્યવ્યાપી ગુજરાત જ્ઞાનગુરુક્વિઝ (G3Q-2026)ના પ્રથમ સપ્તાહમાં ૮,૮૭૦ વિજેતાઓની યાદી આજે તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવી છે. જ્ઞાન, જિજ્ઞાસા અને ગુજરાત તથા દેશના વિકાસ વિશેની જાણકારીને પ્રોત્સાહન આપતી આ ઓનલાઈનક્વિઝમાં વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ G3Q-2026 નો પ્રારંભ થયો હતો. ક્વિઝનું પ્રથમ સપ્તાહ
૨૫ સપ્ટેમ્બરે પૂર્ણ થયું. ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ, કોલેજ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે યોજાયેલી આ ક્વિઝના પ્રથમ સપ્તાહમાં વિવિધ કેટેગરીમાં કુલ ૮,૮૭૦ વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા છે.
તાલુકા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતાઓની પસંદગી
પ્રથમ સપ્તાહનાવિજેતાઓમાં તાલુકા કક્ષાની શાળા કેટેગરીમાં ૨૬૫ તાલુકામાંથી ૧૦-૧૦ મુજબ કુલ ૨,૬૫૦ વિજેતાઓ અને કોલેજ કેટેગરીમાં પણ ૨,૬૫૦ વિજેતાઓ જાહેર થયા છે.
તે જ રીતે, ૧૭ મહાનગરપાલિકાઓની શાળા કેટેગરીમાં ૩૦-૩૦ મુજબ ૫૧૦ વિજેતાઓ તથા કોલેજ કેટેગરીમાં પણ ૫૧૦ વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા છે.
નાગરિક કેટેગરીમાં ૩૪ જિલ્લાઓમાંથી ૫૦-૫૦ મુજબ ૧,૭૦૦ વિજેતાઓ તથા ૧૭ મહાનગરપાલિકાઓમાંથી ૫૦-૫૦ મુજબ ૮૫૦ વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા છે.
આમ, પ્રથમ સપ્તાહમાં શાળા, કોલેજ અને નાગરિક કેટેગરીમાં કુલ ૮,૮૭૦ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા છે.
વડાપ્રધાનની ૨૫ વર્ષની સેવા યાત્રા અને ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ મુખ્ય વિષય
G3Q-2026નો મુખ્ય વિષય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીની ૨૫ વર્ષની નેતૃત્વ અને સેવા યાત્રા તેમજ ‘વિકસિત ભારત @ ૨૦૪૭’નું વિઝનછે.ક્વિઝનામાધ્યમથી વિદ્યાર્થીઓ અને નાગરિકોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ, શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિ, જાહેર સેવા, ગુજરાતના વિકાસ અને દેશના વિકાસના વિવિધ પાસાં અંગે જાણકારી મેળવવાની તક મળી રહી છે.
આઠ સપ્તાહની સ્પર્ધા બાદ જિલ્લા અને રાજ્ય સ્તરનીગ્રાન્ડ ફાઈનલ
G3Q-2026 અંતર્ગત કુલ આઠ સપ્તાહ સુધી તાલુકા અને મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધા યોજાશે. ત્યારબાદ જિલ્લા તથા રાજ્ય સ્તરે ગ્રાન્ડ ફાઈનલ યોજવામાં આવશે.
સમગ્ર ક્વિઝ માટે રૂ. ૧૧.૭૪ કરોડથી વધુની ઈનામ રકમ નિર્ધારિત કરવામાં આવી છે. સમગ્ર સ્પર્ધામાં ૭૦,૦૦૦થી વધુ વિજેતાઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધા તેમના બેંક ખાતામાં ઈનામની રકમ જમા કરવામાં આવશે.
તા. ૨૭ સપ્ટેમ્બરથીG3Q-2026નના બીજા સપ્તાહનો પ્રારંભ
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનવાજાએ વિદ્યાર્થીઓ તથા નાગરિકોનેG3Q-2026માં વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને જ્ઞાનની આ સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.
G3Q-2026નું બીજું સપ્તાહ તા. ૨૭ સપ્ટેમ્બરથી ૨ ઑક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાશે. બીજા સપ્તાહનાવિજેતાઓની જાહેરાત તા. ૩ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ કરવામાં આવશે.
