અવધ એક્સપ્રેસ | ગોકુળ પંચાલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ઘોઘંબા તાલુકાના ભીલોડ ગામે વિવિધ સેવાકીય અને જનસંપર્કલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારના ગ્રાહકો સાથે સંવાદ કરી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યો છે કે નહીં તેની જાણકારી મેળવવામાં આવી હતી.
આ પ્રસંગે રેશનકાર્ડ ધારકો સાથે વાતચીત દરમિયાન લાભાર્થીઓએ દર મહિને વિનામૂલ્યે અનાજ મળતું હોવાનો ઉલ્લેખ કરી આ સહાય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
દરમિયાન ભીલોડના ખોડાપુરી આંગણવાડી કેન્દ્ર ખાતે ‘આંગણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આંગણ ઉત્સવ દરમિયાન બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેન તેમજ તેડાઘર બહેનને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન પં તાલુકા સદસ્ય કનુભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જયપાલસિંહ રાઠોડે પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારના ગ્રાહકો તેમજ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે પૂછપરછ કરી હતી. ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના, વિધવા સહાય, આરોગ્ય, શિક્ષણ તેમજ અન્ય સરકારી સહાયનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચ્યો છે કે નહીં તે અંગે તેમના અનુભવો જાણવામાં આવ્યા હતા.
લાભાર્થીઓએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળ્યો હોવાનું જણાવી આ સહાય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ સ્થાનિક સ્તરે યોજનાઓનો લાભ મેળવવામાં સહયોગ કરનારા જયપાલસિંહ રાઠોડનો પણ ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ, આંગણવાડીમાં બાળકોની પ્રવૃત્તિઓ અને કાર્યકરોનું સન્માન કરવામાં આવતા ભીલોડ ગામમાં સેવાભાવી માહોલ જોવા મળ્યો હતો.
* પંચમહાલ કિસાન મોરચાના જયપાલસિંહ રાઠોડે લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી યોજનાઓના લાભની કરી જાણકારી

