ભારત રાષ્ટ્રની ઉન્નતિ, આબાદી, એકતા અને શાંતિનો સંદેશ….
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર દ્વારા લાલચોક, શ્રીનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જયંતિના સમાપન પ્રસંગે ફરકાવેલ રાષ્ટ્રધ્વજ…..
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ, વિશ્વ સત્સંગ સમ્રાટ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં લાલચોક, શ્રીનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જયંતિના સમાપન પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજે સંતવૃંદ તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ભારત રાષ્ટ્રની ઉન્નતિ, આબાદી, એકતા અને શાંતિ માટે સંદેશ પાઠવ્યો હતો. જેમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ૬૦ ઉપરાંત સંતો, ૬૦૦ હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિકોના, સિક્યુરિટીના તથા અત્રે ભારતમાતાનું મંદિર છે તેનાં સંચાલકોનું પણ કહેવાનું છે કે આવો ઐતિહાસિક કાર્યક્રમ સર્વપ્રથમ યોજાયો હતો.

આ પ્રસંગે કિશોરભાઈ મકવાણા ભારત સરકારના અનુસુચિત આયોગના ચેરમેન તથા મહાનુભાવો પણ ખાસ પધાર્યા હતા. સમાપન પ્રસંગે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.
મહંત સદ્દગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી
