સાવલી તાલુકાના રાણીપુરા ગામે મનરેગા યોજનામાં બોગસ જોબ કાર્ડ બનાવીને આશરે ચાર કરોડની ઉચાપત કરવાના મામલામાં મીડિયા માં અહેવાલ પ્રકાશિત થતા તંત્ર હરકતમાં આવ્યું છે અને જવાબદાર અધિકારી ઓ રજા પર ઉતરી ગયા છે
કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકોને 100 દિવસ ની રોજગારી મળે તે માટે મહત્વકાંક્ષી યોજના મનરેગા યોજના અમલમાં છે પરંતુ સરકારની લોકહિતમાં ચાલુ કરેલી યોજના ને ભ્રષ્ટાચારના દૂષણે દૂષિત કરી દીધો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે સાવલીના તાલુકા રાણીપુરા ગામે મનરેગા યોજનામાં શું વ્યવસ્થિત રીતે કૌભાંડ કરવામાં આવ્યું હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને બોગસ જોબકાર્ડ બનાવીને નાણા ઉપાડી લેવામાં આવ્યા છે જ્યારે સરકારી રેકોર્ડ પર બતાવવા માટે પાવડા અને ત્રીકમ સો સો રૂપિયા ચૂકવીને ફોટા પડાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને 300 થી વધુ બોગસ જોબકાર્ડ બનાવી જોબકાર્ડ દીઠ 18 થી વીસ હજાર રૂપિયા છેલ્લા સાત વર્ષથી ઉપાડવા માં આવી રહ્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે અને આશરે ચાર કરોડનું કૌભાંડ હોવાનું જાણવા મળી રહ્યું છે જેના પગલે તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર ઘટનાની મીડિયાના માધ્યમથી જાણ થઈ હોવાનું જણાવીને તપાસ કરવાની ખાતરી આપી હતી

અને ઘટના ની તપાસ કરાવી જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરીને જો કોઈ ક્ષતિ જણાશે તો કાર્યવાહી કરવા માટે ની તજવીજ હાથ ધરવામાં આવશે તેવી પ્રતિક્રિયા આપી છે અને હાલ સમગ્ર મામલે તપાસ ના આદેશ આપ્યા છે જ્યારે આ બાબતે તપાસ કરતા મનરેગા વિભાગના અધિકારીઓ રજા મૂકીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે આમ ફરી એકવાર સાવલી તાલુકામાં વિકાસના કામોમાં ભારે હયગય અને ભ્રષ્ટાચાર ની બૂમો ઊઠવા પામી છે
જ્યારે આ બાબતે જશવંતસિંહ રાઠોડ નામના મનરેગા નું કામ કરતા કામદારે જણાવ્યું હતું કે હું નરેગામાં કામ કરીને મારુ ગુજરાત ચલાવું છું પાવડો ત્રિકમ ચલાવીને કઠોર મહેનત કરું છું મારા ખાતામાં 30000 રૂપિયા પડ્યા હતા પરંતુ મને કુલ 3000 રૂપિયા મળ્યા છે બાકીના રૂપિયા મેં સરપંચને આપી દીધા છે જ્યારે કિરણસિંહ પ્રભાતસિંહ ગોહિલ નામના ગ્રામ જનક જણાવ્યું હતું કે મારા નામ પર બીજા કોઈનો ફોટો લગાવીને જોબકાર્ડ બનાવી દીધું છે અને 51,000 મારા ખાતામાંથી ઉપડી ગયા છે મેં આજદીન સુધી નરેગા નું કામ નથી કર્યો કે હું કશું જાણતો નથી કે બેંકમાં પણ ગયો નથી અને મારા ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા છે મેં નરેગામાં કોઈ દિવસ કામ કર્યું નથી આ તો ગામના જુવાન છોકરાઓએ તપાસ કરી ત્યારે મને ખબર પડી બાકી મને કોઈ પણ જાતની ખબર નથી અને હું કોઈ ઓફિસમાં પણ ગયો નથી તેવું જણાવ્યું છે
* કર્મચારીઓ તપાસ થી બચવા રજા ઉપર ગયા કે સજા પહેલા મજા કરવા રજા ઉપર ગયા એતો તપાસ નો રેલો ક્યાં સુંધી પહોંચે તેના ઉપરથી ખબર પડશે
