દેવગઢ બારીઆ ન. પાલિકાના પેટા ચૂંટણી જંગમાં સરેરાશ ૮૦ % મતદાન સાથે મતદારો એ નિર્ભયતા પૂર્વક મતદાન કર્યુ.!!
દેવગઢ બારીઆ નગર પાલિકાના ૬ સદસ્યો માટેના પેટા ચૂંટણી જંગમાં આજરોજ કશમકશ જેવા રાજકીય માહૌલ અને ચૂસ્ત પોલીસ બંદોબસ્તો વચ્ચે૧ ૧૦ મતદાન મથકો ઉપર સરેરાશ ૮૦ ટકા જેટલા મતદાન સાથે મતદારો એ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યુ હતું. દેવગઢ બારીઆ નગર પાલિકાના ૬ સદસ્યો માટે યોજાયેલા આ પેટા ચૂંટણી જંગના મતદાનના દિવસે સત્તાધારી ભા.જ.પ.ના પ્રતિષ્ઠા માટેની ખડેપગેની હાજરીઓ અને સતત દોડધામોની સામે કોંગ્રેસ અને “આપ”ના ગઠબંધનની મજબૂત હાજરીઓને લઈને મતદાનના અંતિમ ક્ષણ સુધી રાજકીય ઉત્તેજનાઓ દિવસભર દેખાઈ હતી. એમાં દેવગઢ બારીઆ નગર પાલિકાના આ ૬ સદસ્યો માટેના પેટા ચૂંટણી જંગમાં સરેરાશ ૮૦ ટકા મતદારોએ અભૂતપૂર્વ જુસ્સા સાથે નિર્ભયતા પૂર્વક મતદાન કરીને ઐતિહાસિક સંદેશનો જુસ્સો પાઠવ્યો હતો.
દેવગઢ બારીઆ નગર પાલિકાની ૬ બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાઈ છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપના ૬ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી આ બેઠકો ખાલી પડી હતી. ૩ વોર્ડની ૬ બેઠકો માટે ૧૦ મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. મતદાન મથક ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.દેવગઢ બારીઆ નગર પાલિકાની ૬ બેઠકો પર મતદાન શરુ થયુ છે.

ત્રણ વોર્ડની કુલ ૬ બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા શરુ થયું છે. વોર્ડ નંબર-૧ ની એક બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે તો વોર્ડ નંબર-૪ ની બે બેઠકો પર ભાજપ અને આમ આદમી પાર્ટી મેદાને છે.વોર્ડ નંબર-૫ ની ત્રણ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. પેટાચૂંટણી માટે ૧૦ મતદાન મથકો ઉપર મતદાન શરુ છે. કુલ ૭૪૦૬ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
