- આસોજ ગામમાં દારૂ અને જુગારની મહેફિલનો વીડિયો વાયરલ થયા બાદ મંજુસર પોલીસ એક્શનમાં, 8 ક્વોટર વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો
વડોદરા/સાવલી: મંજુસર પોલીસ સ્ટેશનની હદમાં આવતા આસોજ ગામની ભાગોળે દારૂ અને જુગારની મહેફિલ યોજાતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાયરલ વીડિયોને પગલે મંજુસર પોલીસ એક્શનમાં આવી હતી અને આસોજ ગામના CNG પમ્પ સામેથી એક ઈસમને વિદેશી દારૂના 8 ક્વોટર સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસે ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પોલીસ દ્વારા ઝડપાયેલો ઈસમ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દેખાતો વ્યક્તિ જ છે કે અન્ય કોઈ, તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી.
વીડિયો સામે આવ્યા બાદ મંજુસર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી વિસ્તારમાં દારૂના ગેરકાયદે વેચાણ અને પ્રવૃત્તિઓ સામે પોલીસની કામગીરી ચર્ચામાં આવી છે.
