અવધ એક્સપ્રેસ | ગળતેશ્વર
ગળતેશ્વર તાલુકાના ઐતિહાસિક માલવણ મુકામે માલવણ ગામના રહીશ સૈયદ કાસમઅલી બાપુ અને સજ્જાદા નસીન મુનવ્વરઅલી (મુન્ના બાપૂ)
ના નિવાસ્થાને ભવ્ય પાંચ ગાદીઓનો પ્રોગ્રામ તેમજ નિયાજનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં એશિયાની સૌથી મોટી ગાદી એવી સુરતની રિફાઈ ખાનકાહના સજ્જાદા નસીન અને ભરૂચના ટંકારીયાના કાદરી પરિવારના સજ્જાદા નસીનો વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પવિત્ર પ્રસંગે માલવણ, કાલસર, કાલોલ, પોપટપુરા અને વચ્ચેસર—આ પાંચેય ગામોના શ્રદ્ધાળુઓ ગાદી શરીફ સાથે ઉત્સાહભેર હાજર રહ્યા હતા.
વિશિષ્ટ ઉપસ્થિતિ: કાર્યક્રમમાં સુરત અને ભરૂચના અગ્રણી સજ્જાદા નસીનો ઉપસ્થિત રહ્યા હતા:
સૈયદ ગોસુદ્દીન રિફાઈ (સુરત)
સૈયદ હુસૈનશાહ રિફાઈ (સુરત)
સૈયદ તન્વીર બાવા કાદરી (ભરૂચ)
સૈયદ એજાજઅલી બાવા કાદરી (ભરૂચ)
સૈયદ જાબિરઅલી બાવા કાદરી (ભરૂચ)
ધાર્મિક અનુષ્ઠાન અને નિયાજ: પ્રસંગ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં નિયાજ (ભંડારો) યોજવામાં આવી હતી અને રફાઈનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
દુઆ-ખેર અને વિશેષ આકર્ષણ: આ દિવસે બહારગામથી પધારેલા તમામ (હકીકતમંદો/શ્રદ્ધાળુઓ) માટે ખાસ દુઆ-ખેર કરવામાં આવી હતી. આ પ્રસંગે મુન્નાબાપુ દ્વારા વિશેષ ઉત્સાહ સાથે આનંદના પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી અને પાંચ બાવાઓની ઉપરથી ફૂલો તથા નોટોની વર્ષા (વાણી નાખવામાં) કરવામાં આવી હતી, જેને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ આધ્યાત્મિક અને ભવ્ય આયોજનથી સમગ્ર પંથકમાં ખુશી અને હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું હતું.

