અવધ એક્સપ્રેસ | ઘોઘંબા
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા નગરમાં આદિવાસી યુવતીને ભગાડી જવાના બનાવના વિરોધમાં આજે નગરના બજારો સજ્જડ બંધ રહ્યાં હતાં. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને વેપારીઓ તેમજ લારી-ગલ્લા ચલાવતા ધંધાર્થીઓએ સમર્થન આપતાં સમગ્ર નગરમાં સન્નાટો છવાઈ ગયો હતો. સામાન્ય દિવસોમાં ગ્રાહકોથી ધમધમતાં બજારો બંધ રહેતાં ઘોઘંબા નગર સૂમસામ જોવા મળ્યું હતું.જય શ્રીરામ.. અને પાછી આપો પાછી આપો ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઊઠયું હતું

પ્રાપ્ત વિગતો અનુસાર, આશરે ૨૫ દિવસ અગાઉ ઘોઘંબા નગરના એક વિધર્મી યુવાન સાથે આદિવાસી યુવતી જતી રહી હોવાના બનાવને પગલે સ્થાનિક સ્તરે વિરોધ અને યુવતીને પરત લાવવાની માંગ ઉઠી છે. આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એલાનના પગલે નગરના વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને વિરોધમાં સહભાગી બન્યા હતા.

બંધના એલાન દરમિયાન માત્ર વેપારીઓ જ નહીં, પરંતુ સંતો, તાલુકાના સરપંચો, યુવાનો તેમજ આદિવાસી અને હિન્દુ સંગઠનોના કાર્યકરો પણ જોડાયા હતા. ઉપસ્થિત લોકોએ યુવતીને વહેલી તકે પરત લાવવાની માંગ ઉઠાવી હતી. આ મામલે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને યુવતીની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી.
આદિવાસી સમાજના જયદેવ રાઠવા સંત વિક્રમદાસ બજરંગદળ ના ધવલ પંડિતે આ બનાવ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરતાં તેને ‘લવ જેહાદ’ સાથે જોડીને યુવતીને પરત લાવવાની માંગ કરી હતી.

નગરમાં બંધ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાજગઢ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. બજારો બંધ રહેવા છતાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસની કામગીરી મહત્ત્વપૂર્ણ રહી હતી. સમગ્ર બંધ શાંતિપૂર્ણ રીતે પસાર થયો હતો.
આદિવાસી સમાજ, હિન્દુ સંગઠનો અને સંતોએ યુવતીને પરત લાવવાની માંગને ફરી દોહરાવી હતી. જો આ મામલે તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ કાર્યક્રમો યોજવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

ઘોઘંબા નગરમાં સજ્જડ બંધ દ્વારા સ્થાનિક સ્તરે આ બનાવ પ્રત્યેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હવે આ મામલે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા કાયદાકીય જોગવાઈઓ મુજબ શું કાર્યવાહી કરવામાં આવે છે તથા યુવતીની સલામતી અને સ્થિતિ અંગે શું સત્તાવાર માહિતી સામે આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
યુવતીઓની સુરક્ષા, સમાજની જાગૃતિ
ઘોઘંબા નગરમાં આદિવાસી યુવતીને ભગાડી જવાના બનાવના વિરોધમાં બજારો સજ્જડ બંધ રહેતાં આ મુદ્દો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના એલાનને વેપારીઓ, સંતો, સરપંચો અને યુવાનોનો પ્રતિસાદ મળતાં યુવતીને પરત લાવવાની માંગ વધુ પ્રબળ બની છે.
આ બનાવ સમાજ માટે જાગૃત થવાનો સંદેશ આપે છે. યુવતીઓની સુરક્ષા, પરિવાર સાથે સંવાદ, બાળકો અને યુવાનોમાં સામાજિક જાગૃતિ તથા કોઈ પણ શંકાસ્પદ પરિસ્થિતિમાં સમયસર પોલીસનો સંપર્ક કરવો અત્યંત જરૂરી છે. કોઈ યુવતી ગુમ થઈ હોય કે તેની સલામતી અંગે ચિંતા હોય તો પરિવારજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી કાયદેસરની મદદ લેવી જોઈએ.
જાગૃત સમાજ બનાવો, દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરો, અન્યાય સામે કાયદેસર અવાજ ઉઠાવો અને શાંતિ-સદભાવ જાળવી ન્યાયની માંગ કરો
(૧) જયદેવ રાઠવા — આદિવાસી સમાજ
હિન્દુ સમાજની દીકરીને એ વિધર્મી દ્વારા ભગાડવામાં આવિ છે આ ઘટના ભૂતકાળ માં બનીછે આને લવ જેહાદ તરીકે આલેખીએ છે અને હવે ભવિષ્ય માં ફરી આવી ઘટના ન બને તેના માટે બંધ નું એલાન આપવામાં આવ્યું છે જો આ ઘટના નું વહેલી તકે નિરાકરણ ન આવે તો આનું પરિણામ ખુબજ ગંભીર રહેસે આ આંદોલન ને અમે વધુ આગળ લઈ જઇસુ જેનું પરિણામ આખા સમાજ ને ભોગવવાનું થસે

…….
(૨) ધવલ પંડિત – વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ
ઘોઘંબા નગર માં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા બંધ નું એલાન આપવામાં આવ્યું છે જેમાં સર્વ સમાજ સર્વ વેપારીઓએ સમર્થન આપ્યું છે હિન્દુ દીકરીને વિધર્મી લઈને ભાગ્યો છે તે છોકરી અમારે પાછી જોઇયે જો 24 કલાક માં છોકરી સોંપવામાં નહીં આવેતો તેનું પરિણામ ગંભીર આવશે અમે તંત્ર ને પણ કહીયે છે કે અમારે છોકરી પાછી જોઇયે

……………………..
(૩) વિક્રમદાસ મહરાજ – સંત સમિતિ ના અધ્યક્ષ
આજે તમામ હિન્દુ સંગઠન અને હિન્દુ સમિતિઓ ઉપસ્થિત છે સમાજ માં કલ્પી ના શકયે એવી ઘટના છે હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે તેને અનુલક્ષી આખો સમાજ ભેગો થયો છે સમાજ ની એકજ માંગ છે આ ઘટના નો જેમ બને એમ જલ્દી નિકાલ આવે નહિતો આનું પરિણામ બહુ ગંભીર આવશે હિન્દુ સમાજ માટે આ આઘાત જનક ઘટના છે અત્યાર સુધી આ સમાજ હળી મળીને રહેતો હતો તેને વેર વિખેર કરવાનું કરી કર્યું છે અમારી દીકરી ગઈ છે તે સહિસલામત પાછી મળવી જોઇયે નહીં તો આનું પરિણામ ગંભીર આવશે

………..
(૪) આદિવાસી સમાજ -મહરાજ
આજરોજ હિન્દુ સંગઠન એક થાય છે આપની જે દીકરીછે તેને વિધર્મી લઈ અપહરણ કરેલ છે તેને પાછી મેળવવા માટે એકઠા થયા છે આપણી દીકરી આપણને પાછી મળવીજ જોઇયે

* વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના એલાનને વેપારીઓનો પ્રતિસાદ; સંતો, સરપંચો અને યુવાનો જોડાયા
* યુવતીને પરત લાવવાની માંગ સાથે આદિવાસી સમાજ અને હિન્દુ સંગઠનોની ચીમકી, આગામી દિવસોમાં વધુ કાર્યક્રમો યોજવાની જાહેરાત
