અવધ એક્સપ્રેસ | અમદાવાદ,
અમદાવાદમાં સાબરમતી નદી પર 480 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આશરે 36 મીટર ઊંચો આ પુલ 12 માળની ઇમારત જેટલો ઊંચો છે (આશરે 118 ફૂટ) અને અમદાવાદમાં બુલેટ ટ્રેન કોરિડોરના મુખ્ય માળખાકીયકાર્યોમાંનો એક છે. આ પુલ પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મુખ્ય રેલવે લાઇનની નજીક આવેલો છે, જે જમીન સ્તરથી આશરે 14.8 મીટરની ઊંચાઈ પર છે.

આ પુલ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે. તે સાબરમતી સ્ટેશનથી આશરે 1 કિલોમીટર અને અમદાવાદ સ્ટેશનથી આશરે 4 કિલોમીટરના અંતરે છે.
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનુંઅલાઇનમેન્ટ અમદાવાદમાં અનેક વર્તમાન માળખાકીયસુવિધાઓ, જેમ કે ફ્લાયઓવર, પુલ, રેલવે લાઇન અને મેટ્રોકોરિડોરને પાર કરે છે. હાલની માળખાકીયસુવિધાઓથી જરૂરી વર્ટિકલક્લિયરન્સ જાળવવા માટે સાબરમતી નદી પુલનાપિયર્સની ઊંચાઈ વધુ રાખવામાં આવી છે.
આ પુલમાં08 સર્ક્યુલર પિયર્સ છે, જેનો વ્યાસ 6 થી 6.5 મીટરની વચ્ચે છે. તેમાંથી 04 પિયર્સ નદીના પટમાં, 02 પિયર્સ નદીના બંને કિનારા પર—દરેક તરફ 01, જ્યારે 02 પિયર્સ નદીના કિનારાની બહાર આવેલા છે. પિયર્સની વ્યૂહાત્મક ગોઠવણીથી નદીના જળપ્રવાહમાં ઓછામાં ઓછો અવરોધ રહે તે સુનિશ્ચિત કરવામાં મદદ મળી છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના મોટા ભાગના નદી પુલોમાં આશરે 40 મીટરના નાના સ્પાન છે, જ્યારે સાબરમતી નદી પુલમાં50 થી 76 મીટર સુધીના લાંબા સ્પાન બનાવવામાં આવ્યા છે. આથી નદીના પટમાં જરૂરી પિયર્સની સંખ્યા ઘટાડવામાં મદદ મળી છે.
આ પુલમાં76 મીટરના પાંચ સ્પાન અને 50 મીટરના બે સ્પાનનો સમાવેશ થાય છે. દરેક સ્પાનમાં23 સેગમેન્ટ છે, જેનું કાસ્ટિંગ બાંધકામ સ્થળ પર જ ઇન-સિટુ કરવામાં આવ્યું છે. આ સેગમેન્ટના બાંધકામ માટે ઉચ્ચ સ્તરનીપ્રિસિઝન એન્જિનિયરિંગ, કુશળ માનવબળ તેમજ દરેક તબક્કે ગુણવત્તાની ચકાસણી જરૂરી રહી છે.
પુલનું બાંધકામ બેલેન્સ્ડકેન્ટિલીવરમેથડ (Balanced Cantilever Method) દ્વારા કરવામાં આવ્યું છે. આ એક વિશિષ્ટ બાંધકામ પદ્ધતિ છે, જે નદીઓ અને ઊંડા જળમાર્ગો પર લાંબા સ્પાનવાળાપુલોના બાંધકામ માટે યોગ્ય છે. આ પદ્ધતિમાં પુલના ડેકની નીચે પરંપરાગત સ્કેફોલ્ડિંગઉભું કર્યા વિના સુપર-સ્ટ્રક્ચરનું બાંધકામ કરી શકાય છે. પિયર્સ પરથી સેગમેન્ટનેક્રમશઃ સ્થાપિત કરવામાં આવે છે અને પોસ્ટ-ટેન્શનિંગ દ્વારા તેમને જોડવામાં આવે છે. દરેક પિયરની બંને બાજુ સંતુલિત રીતે બાંધકામ કરીને એક સ્થિર અને સતત બ્રિજ ડેક તૈયાર કરવામાં આવે છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં કુલ 25 નદી પુલ છે, જેમાંથી 21 ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં છે. ગુજરાતમાં નિર્ધારિત 21 નદી પુલોમાંથી18નું બાંધકામ હવે પૂર્ણ થઈ ગયું છે.
