ગોધરા શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં આજે વહેલી સવારથી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) તથા પંચમહાલ ૫ોલીસ તંત્ર દ્વારા સંયુક્ત મેગા વીજ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આશરે ૫૫ જેટલી ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં એકસાથે તપાસ હાથ ધરાતા વીજચોરી કરનારા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો હતો.
ગોધરાના સિંગલ ફળિયા, સાતપુલ, ચુચલા પ્લોટ, પોલન બજાર, મન્સુરી સોસાયટી, જહુરપુરા, નૂરાની મસ્જિદ વિસ્તાર, શેખ મઝાવર રોડ, છકડાવાડ, વાલી ફળિયા સહિતના વિસ્તારોમાં વીજ કનેક્શનોની સઘન તપાસ કરવામાં આવી હતી. મેગા ચેકિંગ દરમિયાન કુલ ૧,૯૯૭ જેટલા વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ૯૧ જેટલા વીજ કનેક્શનમાં વીજચોરી ઝડપાઈ હોવાનું સામે આવ્યું હતું. વીજ કંપનીના પ્રાથમિક અંદાજ મુજબ આશરે રૂ. ૧ કરોડની વીજચોરી પકડાઈ હોવાનું જાણવા મળ્યું છે.વીજચોરી ઝડપાતા MGVCL દ્વારા સંબંધિત વીજ ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ, પશ્ચિમ વિસ્તારમાં ચેકિંગ દરમિયાન કેટલાક વીજ ગ્રાહકો અને વીજ કંપનીના અધિકારીઓ-કર્મચારીઓ વચ્ચે રકઝક જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે સ્થળ પર હાજર સ્થાનિક ૫ોલીસે દરમિયાનગીરી કરી બંને ૫ક્ષોને સમજાવતા મામલો થાળે ૫ડયો હતો.
ઝડપાયેલા વીજચોરી ગ્રાહકોને પુરવણી બિલ આપી વીજ બિલની રકમ ભરવા અંગે નોટિસ પાઠવવાની કાર્યવાહી હાથ ધરાશે. તેમજ વીજચોરીના કેસોમાં લાગુ પડતી કલમ ૧૩૫ અને ૧૨૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મેગા ચેકિંગ દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Add A Comment

