અમદાવાદ,
હિન્દી એક સમૃદ્ધ, સશક્ત અને અભિવ્યક્તિની દૃષ્ટિએ સક્ષમ ભાષા છે. રાજભાષા તરીકે હિન્દીએ રાષ્ટ્રીય સ્તરે સંવાદ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જરૂરિયાત એ છે કે આપણે હિન્દીને માત્ર હિન્દી દિવસ અથવા પખવાડિયા પૂરતી મર્યાદિત ન રાખીએ, પરંતુ જ્ઞાન, વ્યવહાર, વહીવટ, ટેકનોલોજી અને સર્જનાત્મકતાના વિવિધ ક્ષેત્રોમાં તેના સ્વાભાવિક અને અસરકારક ઉપયોગને સતત પ્રોત્સાહન આપીએ. ઉપરોક્ત ઉદ્ગારો વરિષ્ઠ સાહિત્યકાર તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રનાપોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 28 સપ્ટેમ્બર, 2026ના રોજ ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ ખાતે આયોજિત ‘હિન્દીપખવાડિયા’ના સમાપન અને પુરસ્કાર વિતરણ સમારોહની અધ્યક્ષતા કરતાં વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે હિન્દીપખવાડિયા દરમિયાન આયોજિત વિવિધ સ્પર્ધાઓનાવિજેતાઓને તેમણે હિન્દી પુસ્તકો અને પ્રશસ્તિપત્ર એનાયત કરીને પુરસ્કૃત કર્યા હતા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, હિન્દીનીમધુરતામાં ‘વસુધૈવકુટુમ્બકમ્’ની ભાવના સમાયેલી છે અને તેની સરળતામાં ગહન જ્ઞાન સમાયેલું છે. હિન્દીને પરિવર્તન અને વિકાસની ભાષા તરીકે એક નવો આયામ મળ્યો છે. હિન્દીની સૌથી મોટી શક્તિ તેના બોલનારાઓની વિશાળ સંખ્યા છે. આપણને હિન્દી પર ગર્વ છે, કારણ કે તે માત્ર આપણી માતૃભાષા અને રાજભાષા જ નથી, પરંતુ આપણી સંસ્કૃતિ, સભ્યતા અને આત્મસન્માનનું પ્રતીક પણ છે. તેથી હિન્દીનેઅપનાવવી, તેનો ઉપયોગ કરવો અને તેના વિકાસમાં સહભાગી બનવું દરેક ભારતીયની ફરજ છે.
હિન્દીપખવાડા દરમિયાન આયોજિત વિવિધ સ્પર્ધાઓનાવિજેતાઓનેપોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. નિબંધ લેખન સ્પર્ધામાં યોગેશરામાનુજ, રાજેશ કુમાર અને મૌલિક દેસાઈને, પ્રશ્નોત્તરી સ્પર્ધામાં દર્શન શ્રીમાળી, સિદ્ધિ દરજી અને મનીષા બગાનીને, અનુવાદ સ્પર્ધામાં મૌલિક દેસાઈ, મૌલિક દવે અને કનિકાઅગ્રવાલને, હિન્દી કાવ્ય પઠન સ્પર્ધામાં અભિષેક પીઠડિયા, યોગેશરામાનુજ અને નિશા પટેલને, હિન્દી વ્યાકરણ સ્પર્ધામાં હિમાંશુ પ્રજાપતિ, કૌશલ પટેલ અને દિલીપકુમાર પગીને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તાત્કાલિક ભાષણ સ્પર્ધામાં આર. ટી. પટેલ અને અભિષેક પીઠડિયાને પ્રથમ પુરસ્કાર, જ્યારે રામસ્વરૂપમંગવા અને યોગેશરામાનુજને અનુક્રમે દ્વિતીય અને તૃતીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. હિન્દીઅંતાક્ષરી સ્પર્ધામાં ભરત રેગર, કલ્પેશપરમાર, પાયલ ટી. પટેલ, ભાવેશ ભરવાડ અને સુરેખા દેસાઈને પ્રથમ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમ દરમિયાન સહાયક નિદેશક (રાજભાષા) અલ્પેશ શાહે સ્વાગત પ્રવચન, સહાયક નિયામક વી. એમ. વહોરાએઆભારવિધિ તથા અભિષેક પીઠડિયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે સહાયક નિદેશક રિતુલ ગાંધી, વરિષ્ઠ લેખાધિકારી પૂજા રાઠોર, સહાયક અધિક્ષકબિરંગ શાહ, જીનેશ પટેલ, રમેશ પટેલ, રોનક શાહ, સહાયક લેખાધિકારીસુભાષબારુપાલ, રામસ્વરૂપમંગવા, ડાક નિરીક્ષક પાયલ પટેલ, યોગેશપંચોલી, રવિ રાવત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
