અવધ એક્સપ્રેસ | ડેસર
ડેસર તાલુકાના પાંડુ ગામે પાંડુ પશુ દવાખાના દ્વારા પશુ આરોગ્ય મેળો તથા પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓ અંગે માહિતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતો અને પશુપાલકોને પશુપાલન ક્ષેત્રે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ સહાયકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પશુ આરોગ્ય મેળા દરમિયાન પશુપાલકો દ્વારા લાવવામાં આવેલા ગાય અને ભેંસ વર્ગનાં પશુઓની ગાયનેકોલોજી તપાસ, દવા તથા કૃમિનાશક સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત પશુઓના પ્રજનન સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે કૃત્રિમ બીજદાન સહિતની પશુચિકિત્સા સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી.

આ પ્રસંગે પાંડુ ગામના સરપંચ સરફરાજખાન ખાનજાદા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો તથા પશુચિકિત્સા વિભાગના અધિકારીઓએ પશુપાલકોને જરૂરી માર્ગદર્શન આપી પશુપાલન વ્યવસાયને વધુ સુદૃઢ બનાવવા પ્રેરણા પૂરી પાડી હતી.
પશુ આરોગ્ય મેળાનું સફળ આયોજન નાયબ પશુપાલન નિયામક ડૉ. ધવલ માંડવિયા તથા મદદનીશ પશુપાલન નિયામક ડૉ. નેહલ રાઠવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. પાંડુ પશુ દવાખાનાના પશુચિકિત્સા અધિકારી ડૉ. મલ્હાર ખાંટ, પશુધન નિરીક્ષક રણજીતસિંહ મછાર, અનિલભાઈ પરમાર સહિતના કર્મચારીઓએ કેમ્પની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.

