(સાવલી)
સાવલી તાલુકાના રાણીપુરા ગામે મનરેગા યોજના હેઠળ થયેલા કામો માં ગ્રામજનો દ્વારા ગેરરીતિ ના આક્ષેપ કરી રજૂઆત બાદ યોગ્ય કાર્યવાહી ન થતા આજરોજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી રૂબરૂ સ્થળ તપાસની માંગ કરી નારેબાજી કરવામાં આવતા ચર્ચનો વિષય બન્યો છે.
સાવલી ના રાણીપુરા ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર નો ગ્રામજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા અને લાભાર્થીઓના જાણ બહાર બારોબાર ખાતા ખોલાવી જોબ કાર્ડ બનાવીને નાણા ઉપાડી લેવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ લગાવીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતા આજરોજ ફરીથી કરીને લેખિતમાં રજૂઆત કરી નારેબાજી કરવામાં આવી હતી ગ્રામજનોના જણાવ્યા મુજબ, કેટલાક કામો રેકોર્ડમાં પૂર્ણ દર્શાવવામાં આવ્યા છે, પરંતુ સ્થળ પર વાસ્તવમાં કામ થયું છે કે નહીં તેની તપાસ જરૂરી છે. અરજદારોની હાજરીમાં સ્થળ તપાસ કરી મસ્ટર રોલ, MB, કામના ફોટોગ્રાફ, મંજૂરી તથા ચુકવણીની વિગતો ચકાસવા માંગ કરવામાં આવી છે.
ઉપરાંત, જોબકાર્ડના ફોટા અને કામ કર્યા વિના નાણાં જમા કરાવવાના આક્ષેપો પણ અરજીમાં કરવામાં આવ્યા છે. રોડ-રસ્તાના કામોમાં કાગળ પર મંજૂરી મેળવી નાણાં ચૂકવાયા હોવાના તેમજ VCE મારફતે નાણાંની હેરફેરના આક્ષેપોની પણ તપાસ કરવાની માંગ કરાઈ છે.

અરજદારોનો આક્ષેપ છે કે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં કાર્યવાહી થઈ નથી. સમગ્ર મામલે સ્થળ તપાસ સહિત જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી તપાસ પૂર્ણ થયા બાદ લેખિત અહેવાલ આપવા TDO સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
આ બાબતે મિતેશભાઇ ગોહિલ નામના જણાવ્યું હતું કે પંચાયતમાં તપાસ કરતા મસ્ટર રોલ સહિતના દસ્તાવેજો ગાયબ છે જ્યારે સરપંચ ની જગ્યાએ તેમના પતિએ સહી કરી હોવાનું ધ્યાને આવ્યું છે જે બાબતે અમે આજરોજ લેખિતમાં રજૂઆત કરી છે અને જો યોગ્ય નિકાલ નહીં થાય જિલ્લા કલેકટર સુધી રજૂઆત કરી ધરણા કરવામાં આવશે
