ગોધરા.તા..
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે રોડ ચુંદડી પીકઅપ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલ ટાટા ટ્રક ટ્રક નંબર આર.જે.૧૪ જી.ઈ. ૯૯૮૧ ની પકડી વિદેશી દારૂની બોટલો, કવાટરીયા, બીયર ટીનની પેટીઓ નંગ-૧૦૩૫ જેમાં નાની મોટી બોટલો નંગ-૩૬૯૧૨ કિ.રૂ.૧,૨૩,૭૯,૭૪૧/-નો મુદ્દામાલ એલસીબીએ ઝડપી પાડ્યો..
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક , વિધી ચૌધરી નાઓએ પોલીસ અધિક્ષક , ડૉ. હરેશભાઈ દુધાત નાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર , એ.બી.વોરા એલ.સી.બી. ગોધરા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી રેઈડો કરવા સુચના કરેલ.
જે સુચના મુજબ એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ જયરામસિંહ તથા અ.હે.કો. કીર્તેશકુમાર નટવરભાઈ એલ.સી.બી. ગોધરા નાઓને બાતમીદારથી માહીતી મળેલ કે, ચુંદડી પીકઅપ સ્ટેન્ડની આસપાસ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે રોડ નં-૪૭ ઉપર એક પીળા કલરની તાડપત્રીવાળી ટ્રક નંબર આર.જે.૧૪ જી.ઈ. ૯૯૮૧ ની પાર્ક કરી તેનો ચાલક ઉભેલ છે. સદર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે.તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે એચ.આર.જેતાવત પો.સ.ઈ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઈ ચુંદડી પીકઅપ સ્ટેન્ડથી થોડે દુર વાહન ઉભુ રાખી વોચ તપાસ કરતા થોડા સમય સુધી કોઈ હીલચાલ જણાયેલ નહી જેથી ટ્રકની નજીક જઈ ટ્રકને ચારેય બાજુથી કોર્ડન કરી ટ્રકના કેબીનમાં તપાસ કરતા ટ્રકના કેબીનમાં કોઇ ઇસમ મળી આવેલ નહી જેથી ટ્રક ચાલકની આજુ બાજુમાં તપાસ કરતા મળી આવેલ નહી જેથી ટ્રકની તાડપત્રી ખોલી ટ્રકમાં તપાસ કરતા નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ છે.
