(મયુર જાની)
વડોદરા ઝોન એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (A.N.P.T.) ની સી.આઇ.ડી.ક્રાઈમ ના પી.આઇ. ડી.જે.રાણા ના નેતૃત્વ ની ટીમ દવારા ફતેપુરા થી લુણાવાડા અને વાયા ગોધરા થઈ ને હાલોલ મા આવી રહેલા અંદાઝે ૬ કિલો ના ગાંજા ના જથ્થા સાથે એસ.ટી.બસ મા મુસાફરી કરતા હાલોલ ના ડ્રગ પેડનલર નદીમખાન શબ્બીરખાન પઠાણ ને કાલોલ મા એસ.ટી.બસ ને અટકાવી ને ઝડપી પાડ્યો હતો આ સમયે ગાંજા ના જથ્થા સાથે મુસાફરી કરનારા પોતાના ડ્રગ્સ પેન્ડલર સાગરીત નુ સફેદ કલર ની ક્રિએટા ગાડી જી.જે.૧૭ સી.કે.૬૧૬૧ મા પાયલોટિંગ કરી રહેલા અને હાલોલ તથા વડોદરા સુધી ગાંજો તથા અન્ય નશાકારક કેફી દ્રશ્યો ના ગેરકાયદે વ્યાપારો નુ નેટવર્ક ધરાવતા અને હાલોલ ના કસ્બા ચોક કરીમ કોલોની મા રહેતા અફઝલ અસલમ કુરેશી અને સાથીદાર રવિ નારણભાઈ દંતાણી ને નાર્કોટિક્સ એક્ટ ના ગુના હેઠળ આરોપી તરીકે ઝડપી પાડતા હાલોલ પંથક મા જબરદસ્ત ચકચાર પ્રસરી જવા પામી છે.બીજી તરફ વડોદરા ઝોન એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ની ટીમ દવારા ફતેપુરા ખાતે અંદાઝે ૬ કિલો ના ગાંજા નો જથ્થો આપનાર સતીષ નિનામા ને ઝડપી પાડવાના પ્રયાસો તેજ કર્યા છે. સાથોસાથ વડોદરા ઝોન એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ની ટીમ ના સકંજા મા ઝડપાઈ ગયેલા હાલોલ ના ડ્રગ્સ માફીયા કિંગ્સ કહેવાતા અફઝલ અસલમ કુરેશી ની જો ઝીણવટ પૂર્વક તપાસો હાથ ધરી ને મોબાઈલ ફોન ના ડેટા અને કોલ રેકોર્ડિંગ સાથે તપાસો હાથ ધરાય તો હાલોલ થી વડોદરા સુધી ના ડ્રગ્સ વ્યાપારો ના કનેક્શનો બહાર આવવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.
હાલોલ મા ડ્રગ્સ ના નશાકારક માદક દ્રવ્યો ના ગેરકાયદે વ્યાપારો મા ડ્રગ્સ કિંગ કહેવાતા આ અફઝલ કુરેશી આણી મંડળી એ યુવાધન ને નશા ના રવાડે ચડાવી ને બરબાદ કરવા માટે સૌ•પ્રથમ બાદશાહ બાવા ની દરગાહ ના નિર્જન ઝાડી ઝાંખરા વિસ્તાર મા ડ્રગ્સ ના વ્યાપાર નુ કેન્દ્ર બનાવ્યુ હતુ પરંતુ પોલીસ તંત્ર સતર્ક બન્યુ હોવાનો ભય જોઈ ચૂકેલા આ અફઝલ કુરેશી એ હાલોલ અને આસપાસ ના સ્થળો કે જ્યાં યુવાધન ની સૌથી વધુ અવર જવરો હોય ત્યાં પોતાના વન્ટરો ગોઠવી ને યુવાધન ને નશા ના રવાડે ચઢાવવાના નેટવર્ક ને સક્રિય કર્યું હતુ જો કે હાલોલ ના અને મુખ્યત્વે લઘુમતી સમાજ ના જાગૃત અગ્રણીઓ દવારા યુવાધન ને બરબાદ કરનારા અફઝલ કુરેશી ના નશા ના કાળા કારોબારો ને બંધ કરાવવાની કયાંક ને ક્યાંક રજૂઆતો પણ કરી હતી.જો કે વડોદરા ઝોન એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ના સપાટા ની ખબરો સાંભળતા વેંત કરીમ કોલોની મા જબરદસ્ત સન્નાટો પ્રસરી તો જવા પામ્યો છે સાથોસાથ અફઝલ કુરેશી સાથે સંકળાયેલા ડ્રગ્સ સિન્ડિકેટ ના ચોંકાવનારા રહસ્યો બહાર આવવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.
