(મયુર જાની)
સંતરામપુર તાલુકા ના આંબા ગામે અંદાઝે ૧૨.૬૬ કરોડ ના ખર્ચે નવ નિર્મિત ૬૬ કે.વી.સબ સ્ટેશન ના લોકાર્પણ કાર્યક્રમ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજયકક્ષા ના મંત્રી કૌશિક વેકરીયા ની ઉપસ્થિતિ મા યોજાયો હતો.આંબા ગામે ૬૬ કે.વી.સબ સ્ટેશન ના યોજાયેલા લોકાર્પણ ના આ કાર્યક્રમ સંદર્ભમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (GETCO) પ્રવહન વર્તુળ કચેરી ના અધિક્ષક ઈજનેર એ.એન.પટેલ દવારા તૈયાર કરવામાં આવેલ આ નિમંત્રણ પત્રિકા થી સંતરામપુર તાલુકા ના આંબા ગામ ના આ ૬૬ કે.વી.સબ સ્ટેશન ને લઈ ને આસપાસ ના વિસ્તારો મા વીજ સુવિધાઓ નો પ્રકાશ તો સર્જાશે પરંતુ મહીસાગર જિલ્લા ના સત્તાધારી ભા.જ.પ.મા આ ૬૬ કે.વી. સબ સ્ટેશન ના લોકાર્પણ ના કાર્યક્રમ મા અવગણનાઓ ની નારાજગીઓ નો અંધકાર સર્જાયો હોવાની ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી.અને મહીસાગર જિલ્લા ના સત્તાધારી ભા.જ.પ.ના ચૂંટાયેલા પ્રમુખ પદાધિકારીઓ,સંતરામપુર ના સ્થાનીક ધારાસભ્ય પ્રો.કુબેર ડિંડોર અને આ વિસ્તાર ના સાંસદ જશવંતસિંહ ભાભોર આજ ના લોકાર્પણ કાર્યક્રમ ની નિમંત્રણ પત્રિકા મા કરવામાં આવેલ અવગણનાઓ ની નારાજગીઓ સાથે ગેરહાજર દેખાતા જેટકો નો આ કાર્યક્રમ મહીસાગર ના સત્તાધારી ભા.જ.પ.ના નારાજગીઓ ની ગંભીર ચર્ચાઓ ના મુખ્ય કેન્દ્ર સ્થાને ગોઠવાઈ ચૂક્યો છે.

સંતરામપુર તાલુકા ના આંબા ગામ નો મહીસાગર જિલ્લા મા સમાવેશ થાય છે.જેટકો ના સત્તાધીશો એ આ હકીકતો ને લક્ષ્ય મા લઈ ને નિમંત્રણ પત્રિકા કરવાના બદલે મોરવા(હ) વિધાનસભા બેઠક ના કાર્યક્ષેત્ર ને લક્ષ્ય મા લઈ ને વિશેષ ઉપસ્થિતિ મા પંચમહાલ ના સંસદ સભ્ય રાજપાલસિંહ જાદવ અને મોરવા(હ) ના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર ને લોકાર્પણ ની આ નિમંત્રણ મા સ્થાન આપી ને મહીસાગર જિલ્લા ના સત્તાધારી ભા.જ.પ.ના ચૂંટાયેલા પ્રમુખ પદાધિકારીઓ, સંતરામપુર ના સ્થાનીક ધારાસભ્ય અને આ વિસ્તાર ના સંસદ સભ્ય અને ભા.જ.પ.પ્રમુખ સંગઠન ના પદાધિકારીઓ ની બાદબાકી કરી ને અવગણના ઓ કરતા મહીસાગર ના સત્તાધારી ભા.જ.પ.ના રાજકીય મોરચે નારાજગીઓ નો અંદરખાને ભૂકંપ તો સર્જાયો છે પરંતુ મહીસાગર ના આ તમામ દિગજજો ની ગેરહાજરીઓ ની કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દવારા પણ સૂચક ગંભીર નોંધ લેવા મા આવી હોવાની રાજકીય ચર્ચાઓ ઉભી થવા પામી છે એમા જેટકો દવારા તૈયાર કરવામાં આવેલ આ નિમંત્રણ પત્રિકા ખુદ જેટકો ના સત્તાધીશો માટે “અંડર કરંટ” સાબિત થશે ના ગણગણાટો હજાર સૌ•કોઈ કર્મચારીઓ મા દેખા દેતા હતા..!!

પ્રાપ્ત વિગતો અનુસાર, જેટકો દ્વારા છાપવામાં આવેલી આમંત્રણ પત્રિકામાં પ્રોટોકોલના નિયમોની ધજાગિયા ઉડાવવામાં આવી હતી. પત્રિકામાં મહીસાગર જિલ્લાના પ્રથમ નાગરિક એવા જિલ્લા પંચાયતના પ્રમુખ, સંતરામપુર તાલુકાના પ્રથમ નાગરિક એવા તાલુકા પંચાયતના પ્રમુખ, સંતરામપુર 123 વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ આ વિસ્તારના સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર જેવા મહાનુભાવોના નામ જ છાપવામાં આવ્યા ન હતા.
સરકારી શિષ્ટાચાર અને પ્રોટોકોલના ખુલ્લેઆમ ભંગના વિરોધમાં આ તમામ સ્થાનિક જનપ્રતિનિધિઓ અને મહાનુભાવો કાર્યક્રમથી અલિપ્ત રહ્યા હતા અને ઉપસ્થિત રહ્યા ન હતા. આ ગંભીર ત્રુટિને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે અને સમર્થકોમાં રોષ સાથે સવાલો ઉભા થયા હતા.
એક તરફ સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ જવાબદાર તંત્રોની આવી બેજવાબદાર હરકતોના કારણે વિકાસના પર્વ પર પણ રાજકીય ગ્રહણ લાગી ગયું છે. આ ઘટના બાદ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે અને પ્રજા તથા સમર્થકોમાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે, આ કોઈ સામાન્ય માનવીય ભૂલ હતી કે પછી કોઈ સુનિયોજિત રાજકીય કાવતરું? જેટકો તંત્રની આ લાપરવાહી સામે ઉચ્ચસ્તરેથી કડક તપાસ કરવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે.
* જેટકો ના અધિક્ષક ઇજનેરે મોરવા(હ) વિધાનસભા બેઠક ના કાર્યક્ષેત્ર ને લક્ષ્ય મા લઈ ને મહીસાગર ની બાદબાકી કરતા…
* સંતરામપુર ના આંબા ખાતે ૬૬ કે.વી.સબ સ્ટેશન ના યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમ મા મહીસાગર ના સત્તાધારી ભા.જ.પ.મા અવગણનાઓ ની નારાજગીઓ નો અંધારપટ સર્જાયો..!!
* આંબા ના ૬૬ કે.વી.સબ સ્ટેશન ના લોકાર્પણ કાર્યક્રમ “જેટકો ના સત્તાધીશો” માટે “અંડર કરંટ” સાબિત થશે ની ચર્ચાઓ…
