ભાવનગર,
ભાવનગર શહેરસહીત સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનીસર્વોચ્ચતા સ્થાપિત કરતો એક ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે.ગત 4 સપ્ટેમ્બર, 2026ના રોજ ફૈઝલ ઉર્ફે ખાટકી નામના વ્યક્તિએ કાજલ બારૈયા નામની યુવતીને જાહેરમાં નિર્દયતાપૂર્વક માર માર્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાએ ભાવનગરમાં ભારે ચર્ચા જગાવી હતી. બનાવ બાદ પોલીસે તપાસ શરૂ કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસમાં નીલમબાગ પોલીસે ઝડપી તપાસ હાથ ધરી હતી. આપેલી વિગતો અનુસાર, પોલીસે 4 ઓક્ટોબર, 2026ના રોજ એટલે કે ઘટનાના આશરે એક મહિનામાં સમગ્ર પ્રકરણની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલા પુરાવા અને કોર્ટની કાર્યવાહી બાદ આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને સજા ફટકારવામાં આવી હોવાનું જણાવાયું છે.
કાજલ બારૈયા હત્યા કેસને આજે 62 દિવસ થયા છે. આ સમયગાળામાં તપાસ, ચાર્જશીટ અને કોર્ટની કાર્યવાહી આગળ વધી હતી. હવે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.વી. બુખારીની કોર્ટ દ્વારા આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા સંભળાવવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
કોર્ટમાં સ્પેશિયલ સરકારી વકીલ ઉત્પલ દવેની ધારદાર દલીલો, સાક્ષીઓની મજબૂત જુબાનીઓ અને સીસીટીવી-ફોરેન્સિકપુરાવાઓને આધારે નામદાર અદાલતે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીનેહત્યાનાગુનામાં તારીખ 05 ઓક્ટોબર 2026 ના રોજ જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદની આકરી સજા ફટકારી છે.
