પંચમહાલ પોલીસ દ્વારા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સહયોગથી આજે “સાયબર સેફ્ટી, સોશિયલ મીડિયા જવાબદારી અને કાનૂની જાગૃતિ” વિષયક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને કન્ટેન્ટ ક્રિએટર્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ડિજિટલ યુગમાં સુરક્ષિત રહેવા માટે જરૂરી માર્ગદર્શન મેળવ્યું. કાર્યક્રમમાં પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાત (IPS) તથા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) હરિભાઈ આર. કટારિયાએ ઉપસ્થિત રહી યુવાનોને સંબોધ્યા અને જવાબદાર ડિજિટલ નાગરિક બનવા માટે પ્રેરિત કર્યા. વિશેષ માર્ગદર્શનમાં સાયબર ગુનાઓથી કેવી રીતે બચવું, સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો, વ્યક્તિગત માહિતીની સુરક્ષા, ફેક ન્યૂઝ અને ઓનલાઈન છેતરપિંડીથી સાવચેત…
Author: Avadh Express
ભારતીય હવામાન વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ આજ રાતથી શનિવાર સવાર સુધી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા તંત્રને હાઈ એલર્ટ અને સ્ટેન્ડ બાય મોડ પર મૂકી દેવામાં આવ્યું છે. બચાવ અને રાહત કામગીરીની પૂર્વ તૈયારીઓની વિગતો જણાવતા જિલ્લા કલેક્ટર જણાવ્યું હતું કે,જિલ્લામાં તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સંબંધિત વિભાગોની ટીમો સક્રિય કરી દેવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન માટે પંચમહાલ જિલ્લામાં SDRF ની ૨(બે) અને NDRF ની ૧(એક) ટીમ હાલ ફિલ્ડમાં તૈનાત છે. નીચાણવાળા અને પાણી ભરાવાની શક્યતા…
(વડોદરા, તા.૩૦) વડોદરા શહેરમાં સમાવિષ્ટ ૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અંતર્ગત આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા માટે માંજલપુરના મતદારોમાં ભારે જાગૃતિ જોવા મળી રહી છે. સવારે ૭:૦૦ વાગ્યાથી જ મતદાન મથકો પર મતદારો આવવાની શરૂઆત થઈ ગઈ હતી. શહેરના મકરપુરા રોડ પર આવેલી ભવન્સ હાઈસ્કૂલ ખાતે પણ વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહભેર પહોંચી રહ્યા છે અને મતદાન પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નોંધાવી રહ્યા છે. આ મતદાન મથક ખાતે ખાસ કરીને વયસ્ક અને વરિષ્ઠ નાગરિકોમાં મતદાન પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વૃદ્ધ મતદારોએ સવારે જ…
“સ્વાર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાના દિવસે જ પરિણામની ઐતિહાસિક પહેલ” “વિદ્યાર્થી લક્ષી પારદર્શક, ઝડપી અને પેપર લીકપ્રૂફ સિસ્ટમ સાથે સ્વાર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાનું આયોજન” રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ, સ્વાર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી. પ્રવેશ માટેની એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન તા. ૩૧-૦૭-૨૦૨૬ ને શુક્રવારના રોજ કરવામાં આવ્યું છે. શિક્ષણ જગતમાં વિદ્યાર્થીઓને ઝડપી અને પારદર્શક પ્રક્રિયા મળી રહે તે હેતુથી પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાના દિવસે જ પરિણામની ઐતિહાસિક પહેલ અને નવીન પહેલ કરવામાં આવી છે. તા. ૩૧-૦૭-૨૦૨૬ ના રોજ જે દિવસે પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે અને તે જ દિવસે પરીક્ષાનું પરિણામ પણ વેબસાઈટ જાહેર કરવામાં…
દેવગઢ બારિયા ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી દેવગઢ બારિયા નગરપાલિકાની છ બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ રાજકીય રીતે અનેક સંદેશાઓ આપનારું રહ્યું છે. મતદારોએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી – ત્રણેય પક્ષોને સમાન રીતે બે-બે બેઠકો આપીને સંતુલિત જનાદેશ આપ્યો છે. આ પરિણામે સ્પષ્ટ કર્યું છે કે દેવગઢ બારિયાના મતદારો હવે પરંપરાગત પક્ષવાદથી આગળ વધીને પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાની માનસિકતા ધરાવે છે. રાજકારણીઓ જેમ જરૂરિયાત મુજબ મતદારોનો સંપર્ક સાધે છે, તેવી જ રીતે મતદારોએ પણ કોઈ એક પક્ષને સંપૂર્ણ બહુમતી આપવાને બદલે ત્રણેય પક્ષો વચ્ચે બેઠકોનું સમાન વિતરણ કરીને અનોખો રાજકીય સંદેશ આપ્યો છે. રાજકીય વિશ્લેષણ મુજબ આ પરિણામમાં સૌથી…
(મયુર જાની) ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રાજ્યના વિવિધ જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ માતા મહાકાળીના દર્શન કરવા વહેલી સવારથી જ પાવાગઢ પહોંચ્યા હતા. સમગ્ર ડુંગર અને મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં છવાઈ ગયું હતું. મંદિરમાં માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. શિસ્તબદ્ધ રીતે કતારમાં ઉભા રહી યાત્રાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર ‘જય માતાજી’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે ભક્તિમય માહોલ સર્જાયો હતો.વહેલી સવારથી પાવાગઢ ડુંગર પર ધુમ્મસભર્યું અને મનમોહક વાતાવરણ હતું. ઠંડકભર્યા વાતાવરણ વચ્ચે ભક્તોએ ઉત્સાહપૂર્વક ડુંગર ચઢી માતા મહાકાળીના દર્શન…
(મયુર જાની) કાલોલ ના સડક ફળીયા વિસ્તાર મા આવેલા ઝહીર બેલીમ ના રહેણાંક મકાન મા આવેલ એક ઓરડી મા ગૌવંશો ના કત્લ ના ગેરકાયદે વ્યાપારો નુ ધમધમતુ કતલખાનુ ચાલી રહયુ હોવાની અતિ સંવેદનશીલ ગુપ્ત બાતમી ના આધારે કાલોલ ના પી.આઇ.આર.ડી.ભરવાડ દવારા પોલીસ તંત્ર ના ચુંનદા ટીમ ના કાફલા ને સાથે રાખી ને રહેણાંક મકાન મા ગૌ•વંશો ની કત્લ ના ચાલતા અત્યાર સુધી ના સૌથી મોટા કતલખાના ને ઝડપી પાડી ને ક્રૂર કસાઈઓ ના કરતુકો નો હિંમતપૂર્વક પર્દાફાશ કરી ને ૧૮ મહીલાઓ સમેત ૨૨ આરોપીઓ ની ઘેરાબંધી કરી ને ધરપકડો કરી હતી.અને રહેણાંક વિસ્તાર મા ચાલતા આ ગેરકાયદે કતલખાના માંથી ૧૩…
(મયુર જાની) કાલોલ તાલુકા ના વેજલપુર ના પોતે પ્રતિષ્ઠિત હોવાનો દેખાવ કરી ને અંદરખાને વ્યાજખોરો ના સહારે વ્યાજ નો ધંધો કરતા એક ત્રિપુટી નો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો એવો બહાર આવ્યો છે કે ગોધરા મા રહેતા એક ઇસમ પાસે થી વ્યાજ ના ૩૫ લાખ રૂપિયા ની વસૂલાત કરવા માટે વેજલપુર ની વ્યાજખોર આ ત્રિપુટી એ ગોધરા માં રહેતા નિલેશકુમાર જોશી ને પોતાનુ એક મકાન હોવુ જોઈએ ની ઈચ્છાઓ ધરાવતા આ રહીશ ની સાથે ગોધરા મા આવેલ એક મકાન દેખાડી ને ૩૫ લાખ ના કરેલા સોદા ના રૂપિયા ની રોકડી કરી લીધા બાદ આ મકાન ના માલીક ને આપેલા વ્યાજ ના…
હાલોલ શહેરના સ્ટેશન રોડ પર આવેલા મદારીવાસ નજીક મુખ્ય માર્ગ પર બુધવારે બપોરના સમયે બે રખડતા આખલાઓ અચાનક સામસામે આવી સીંગડા ભરાવી મારકણા બનતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે મુખ્ય માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને એક સમયે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આખલાઓ વચ્ચેની જોરદાર અથડામણને કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અરાદ તરફથી તેમજ અન્ય વિસ્તારોમાંથી આવતા વાહનચાલકોએ અકસ્માતની ભીતિથી પોતાના વાહનો રસ્તાની બાજુમાં ઊભા રાખી સુરક્ષિત સ્થળે આશરો લીધો હતો. આ દરમિયાન નાના બાળકો, મહિલાઓ અને રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. કેટલાક લોકોએ ડરના…
(મયુર જાની) હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલ નારાયણ ધામ માં બૂઘવાર ના રોજ ગુરુપૂર્ણિમાના દર્શનાર્થે તેમજ ગુરુ વંદના કરવા દોઢ લાખ ઉપરાંત નારાયણ ભક્તો ઉમટી પડ્યા હતા. તાજપુરા ને જોડતા તમામ માર્ગો પર નારાયણ ભક્તો નું માનવમહેરામણ ઉભરાયું હોય તેમ જણાતું હતું. તાજપુરા ને જોડતા તમામ માર્ગો પર નારાયણ બાપુ કી જય ના ભારે જયઘોષ સંભળાતા હતા. નારાયણ ધામ તાજપુરા ખાતે બ્રહ્મલીન પ. પૂ. નારાયણ બાપુના અનુયાયીઓ નો બહોળો વર્ગ છે. જેમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશ ના અનુયાયીઓ સંખ્યામાં મોટા પ્રમાણમાં છે. પરપ્રાંતીય ભક્તો ગુરુપૂર્ણિમા ની આગલી રાત થી જ તાજપુરા તરફ આવવા માંડ્યા હતા. ભક્તોમાં…