અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી તાલુકાના ઇન્દ્રાડ ગામે 24 વર્ષીય પરણીતાએ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા મંજુસર પોલીસમાં થકે અકસ્માત મોત રજીસ્ટર કરી તપાસ હાથ ધરી છે
મંજુસર પોલીસ મથકે ફરિયાદી ખેમરાજ સોપાતી પ્રજાપતિ હાલ રહે ઇન્દ્રાડ અંબા માતાનું ફળિયુ તા સાવલી મૂળ રહે 283 મોહનસિંહ કા પુરા જિલ્લો ભીંડ મધ્ય પ્રદેશ ના એ નોંધાવ્યું છે કે ગતરોજ સાંજ ના સમયે રોશનીબેન ખેમરાજ પ્રજાપતિ ઉંમર 30 રહે વિજયભાઈ સોમાભાઈ પરમાર ના મકાનમાં અંબે માતાનું ફળિયુ ઇન્દ્રાડ તા સાવલી મૂળ રહે એમ પી નાઓ ઘરેથી રહેતા હતા ગતરોજ તારીખ 7 ના રોજ 5:30 વાગ્યાની આસપાસ રોશનીબેન પ્રજાપતિએ અગમ્ય કારણોસર મકાનની અંદર આવેલા હીંચકા બાંધવાના લોખંડના કડા માં દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી જેની જાણ થતા મંજુસર પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના શબનો કબજો લઈ અકસ્માત મોત રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે

