અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી ખાતે તાલુકા હેલ્થ કચેરી સાવલી ખાતે જીલ્લા વિકાસ અધિકારી વડોદરા ની અધ્યક્ષતામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નેશનલ લોન્ચ ઓફ ટી બી જોશ કાર્યક્રમ નું લાભાર્થી ઓ ને જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું
આજરોજ તાલુકા બ્લોક હેલ્થ સેન્ટર ખાતે જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મિનાક્ષીબેન ચૌહાણ, આરોગ્ય શાખા વડોદરાના માર્ગદર્શન હેઠળ “NATIONAL LAUNCH OF TB JOSH” કાર્યક્ર્મ લાભાર્થીઓને જીવંત પ્રસારણ થકી બતાવવામા આવ્યું હતું આ પ્રસંગે ડો.જ્યોતીબેન ગોમ્બર (ડી.ટી.ઓ), ડો સંજય પરીખ (મે.ઓ. આર.ડી.ડી), ડો.હેમસિંગ રાઠોડ (ડી.ક્યુ.એમ.ઓ), તાલુકા વિકાસ અધિકારી સાવલી, તાલુકા આરોગ્ય અધિકારી સાવલી હાજર રહેલ હતા. આ પ્રસંગે દીપક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૫ ટીબી ના લાભાર્થીઓને પોષણ કીટ આપવામાં આવેલ છે. અને એન.ટી.ઈ.પી અંતર્ગત ૨૦૩૦ સુધી પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન ૨.૦ અંતર્ગત ટી.બી. મુક્ત પંચાયતોને પ્રમાણપત્ર જીલ્લા વિકાસ અધિકારી ના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી વડોદરા દ્વારા લોકોને ટી.બી. રોગને નાથવા અને તેનાથી સમાજ ને મુક્ત કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું અને આ રોગ પ્રત્યે જનજાગૃતિ ફેલાવી હતી
