નવી દિલ્હી,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆજે તા. ૮ઓક્ટોબર 2026ના રોજ સવારે 10 વાગ્યે યશોભૂમિ, નવી દિલ્હી ખાતે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) ના 10મા સંસ્કરણનુંઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનસભાને પણ સંબોધિત કરશે.
ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગ (DoT) અને સેલ્યુલરઓપરેટર્સએસોસિએશન ઓફ ઇન્ડિયા (COAI) દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમ 7 થી 10 ઓક્ટોબર દરમિયાન યોજાશે. IMC 2026ની થીમ “સ્કેલવિધાઉટબાઉન્ડ્રીઝ” (સીમાઓ વિનાનો વિસ્તાર) છે, જે ડિજિટલ નવીનતા, આગામી પેઢીની કનેક્ટિવિટી અને ટેકનોલોજી-સંચાલિત વિકાસમાં ભારતની વધતી જતી ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે.
IMC 2026ના ચાર મુખ્ય સ્તંભો હશે – સૃષ્ટિ: ભવિષ્યનું નિર્માણ; સંવર્ધન: વિકાસને વેગ; સશક્ત: તકોનો વિસ્તાર; અને સુરક્ષા: વિશ્વાસનુંમજબૂતીકરણ.તે નવીનતા અને આગામી પેઢીના ડિજિટલઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી-સંચાલિત આર્થિક વિકાસ, સમાવેશીડિજિટલ પહોંચ, અને સુરક્ષિત તથા સ્થિતિસ્થાપક ડિજિટલઇકોસિસ્ટમના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. IMC 2026 ડિજિટલઇકોસિસ્ટમમાંઉભરતીતકોની શોધ કરવા માટે વૈશ્વિક ટેકનોલોજી લીડર્સ, નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગનાનિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને ઇનોવેટર્સને એકસાથે લાવશે.
2026નું સંસ્કરણ નવ સ્થાપિત મુખ્ય ક્ષેત્રોનેઆવરી લેશે, જેમાં 5G અને 6G, નેક્સ્ટ-જનરેશન AI નેટવર્ક્સ, સેમિકન્ડક્ટર્સ, નોન-ટેરેસ્ટ્રિયલનેટવર્ક્સ, સાયબર સિક્યુરિટી, ક્વોન્ટમકમ્યુનિકેશન, એન્ટરપ્રાઇઝટ્રાન્સફોર્મેશન, સર્ક્યુલર ઇકોનોમી અને ESG, અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ ચાર નવા ક્ષેત્રો – સ્માર્ટમોબિલિટી, સ્ટેડિયમ એક્સપિરિયન્સ, ઔદ્યોગિક રોબોટિક્સ અને ટ્રાન્સપોર્ટ ટેકનોલોજીમાં પણ તેના ક્ષેત્રીય ફોકસનો વિસ્તાર કરશે.
IMC 2026માં 100થી વધુ દેશોમાંથી 1.5 લાખથી વધુ ઉપસ્થિતો આકર્ષિત થવાની અપેક્ષા છે, જેમાં 500+ ભાગીદારો અને પ્રદર્શનકર્તાઓ, 600+ સ્ટાર્ટઅપ્સ અને 900+ વિચારશીલ નેતાઓ (થોટલીડર્સ) ની ભાગીદારી હશે.આ કાર્યક્રમમાં 2,000થી વધુ ટેકનોલોજી યુઝ કેસ અને 120થી વધુ સત્રો રજૂકરવામાં આવશે.
