કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષગોયલે આ સપ્તાહેન્યૂયોર્કમાં અગ્રણી યુ.એસ. કંપનીઓના વિશાળ શ્રેણીના વરિષ્ઠ નેતાઓ સાથે ભારત–અમેરિકા વેપારને મજબૂત કરવાની તકો અંગે ચર્ચા કરવા અને અગ્રણી યુ.એસ. કંપનીઓને ભારતમાં રોકાણનીતકો શોધવા માટે આમંત્રિત કરવા શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી.
શ્રી ગોયલબ્લેકસ્ટોનનાપ્રેસિડેન્ટ અને COO શ્રી જોનાથનગ્રે અને બ્લેકસ્ટોનનાઇન્ટરનેશનલ પ્રાઇવેટ ઇક્વિટીબિઝનેસનાચેરમેન શ્રી પ્રકાશ મેલવાનીને મળ્યા હતા. મુખ્ય ક્ષેત્રોમાં ભારતમાં બ્લેકસ્ટોનનારોકાણો અને ભાગીદારીનો વિસ્તાર કરવા પર ચર્ચા કેન્દ્રિત રહી હતી.
મંત્રી ન્યુબર્ગરબર્મનનાચેરમેન અને CEO જ્યોર્જવોકર અને તેમની લીડરશીપ ટીમના વરિષ્ઠ સભ્યોને મળ્યા હતા. ચર્ચામાં રોકાણનાજોડાણોને ઊંડા કરવાની અને નાણાકીય તથા વેલ્થમેનેજમેન્ટસેવાઓમાંજોડાણને મજબૂત કરવાની તકોઆવરી લેવામાં આવી હતી.
ગોયલ ધી એસ્ટેલોડરકંપનીઝનાપ્રેસિડેન્ટ અને CEO સ્ટેફન ડી લા ફેવરીને મળ્યા હતા. તેઓએ ઉત્પાદન અને સોર્સિંગમાંવધારા દ્વારા અને ભારતના વધતા જતા બ્યુટી અને પર્સનલ કેર માર્કેટ સહિત ભારતમાં વૃદ્ધિની તકો અંગે ચર્ચા કરી હતી.
IBMના ચેરમેન અને CEO અરવિંદ કૃષ્ણા સાથેની તેમની બેઠકમાં, ભારતમાં IBMના જોડાણને વધુ મજબૂત કરવા અને AI, ક્લાઉડઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોન્ટમકમ્પ્યુટિંગ અને અન્ય ઉભરતીટેકનોલોજીઓમાં સહયોગ વિસ્તારવા પર ચર્ચા કેન્દ્રિત રહી હતી.
મેટલાઇફનાપ્રેસિડેન્ટ અને CEO મિશેલ એ. ખલાફ સાથેની તેમની બેઠકમાં, ભારતમાં કંપનીની વૃદ્ધિની તકો અને વિસ્તરતા વીમા અને નાણાકીય સેવા ક્ષેત્ર પર ચર્ચા કેન્દ્રિત હતી.
મંત્રી જનરલ એટલાન્ટિકનાચેરમેન અને CEO વિલિયમ ઇ. ફોર્ડને મળ્યા હતા, અને ભારત સાથે કંપનીના રોકાણ અને વ્યાપારિકજોડાણને વધુ ઊંડું કરવાની તકો અંગે ચર્ચા કરી હતી.
ગોયલએઆઈએગ્રુપના નોન-એક્ઝિક્યુટિવચેરમેન માર્ક ટકરને પણ મળ્યા. ચર્ચાઓ મુખ્યત્વે ભારતમાં એઆઈએની પ્રવૃત્તિઓ અને વીમા અને નાણાકીય સેવાઓ ક્ષેત્રમાં તકો પર કેન્દ્રિત હતી, જેમાં ભારતના ‘2047 સુધીમાં બધા માટે વીમો’ ના વિઝનનો સમાવેશ થાય છે.
આ બેઠકોએ નાણાકીય સેવાઓ, ઉત્પાદન, ઊર્જા, ટેકનોલોજી, AI અને અન્ય ક્ષેત્રોમાં ભારતની વૃદ્ધિની સંભાવનાઓ અને રોકાણનીતકો તથા ભારત–અમેરિકા આર્થિક અને વાણિજ્યિક સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો અંગે ચર્ચા કરવાની તક પૂરી પાડી હતી.
