અવધ એક્સપ્રેસ | સુરત
શહેરનામોટા વરાછા વિસ્તારમાં ઉછીનાલીધેલાનાણાંની ઉઘરાણી મુદ્દે જમીન દલાલ પર થયેલા હુમલા કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ મામલે ઉતરાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી વ્યાજખોર તારક કોશિયા, મૌલિક ચૌહાણ અને માનવ કોશિયાની ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં, પોલીસે ત્રણેય આરોપીઓનેઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું સીન રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું, જેથી કેસમાં મજબૂત પુરાવા એકઠા કરી શકાય.
સમગ્ર ઘટના મામલે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉતરાણ વિસ્તારમાં રહેતા જમીન દલાલ કેતનભાઈવાઘાણીએ તારક કોશિયા પાસેથી 3,00,000 રુપિયાઉછીના લીધા હતા. કેતનભાઈએ તેમાંથી 1,50,000 રુપિયા ચૂકવી દીધા હતા અને બાકીના નાણાં માટે થોડો સમય માંગ્યો હતો.
જોકે, નાણાંની પતાવટ મુદ્દેફરિયાદીને મોટા વરાછા, અબ્રામા રોડ પર આવેલા ‘શાંતિનિકેતનફ્લોરા’ સ્થિત ‘આર્યા એક્સપોર્ટ’ની ઓફિસે બોલાવવામાં આવ્યા હતા.
તેમજ ઓફિસમાં હાજર અજાણ્યાશખ્સો તથા આરોપીઓએકેતનભાઈ સાથે ગાળાગાળી કરી ક્રીમ કલરના ટી-શર્ટ પહેરેલા શખ્સ સહિતના લોકોએ મોઢા અને પેટના ભાગે ઢીકા-પાટુનો ઢોર માર માર્યો હતો. તાત્કાલિક હિસાબ નહીં પતાવે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયોવાયરલ થયા બાદ કેતનભાઈની ફરિયાદના આધારે ઉતરાણ પોલીસે કાયદેસરનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ ચાલુ રાખી છે.
