(વડોદરા, તા.૨૫)
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ક્લસ્ટર ખાતે ૧૭ શાળાઓની અંદર વિકસિત ભારત ૨૦૪૭ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળા કક્ષાએ ધોરણ છ થી આઠની સરકારી શાળાઓ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેબલ શાળાઓ સાથે તમામ માધ્યમની શાળાઓમાં આ કાર્યક્રમ એક સાથે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળા કક્ષાએ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી તેમજ ગ્રામજનો પંચાયતની કમિટી અને ગામના યુવાનોએ રસ પૂર્વક ભાગ લીધો હતો. શાળા કક્ષાએ દોરાયેલા ચિત્રોનું પ્રદર્શન યોજવામાં પણ આવ્યું હતું. આ શાળાઓની અંદર વિષય શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને કલા, નૃત્ય, યોગ, ડ્રોઈંગ, કોમ્પ્યુટર શિક્ષણ, વ્યાયામ શિક્ષણ, ભાષા શિક્ષણ બાબતે વિદ્યાર્થીને ખૂબ સુંદર રીતે તૈયાર કરવામાં આવી રહયા છે.

ભાદરવા ક્લસ્ટર ખાતે વિકસિત ભારત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાના લક્ષના મહત્વપૂર્ણ સ્થાન વિશે સમગ્ર શિક્ષા સી.આર.સી કોઓર્ડીનેટર મુકેશભાઈ શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું. શાળાઓમાંથી જે વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ વિજેતા થશે તેને ગ્રુપ કક્ષાએ સ્પર્ધામાં બોલાવીને પ્રોત્સાહિત કરવામાં આવશે તથા સી.આર.સી કક્ષા થી પ્રથમ બે નંબરો તાલુકા કક્ષાએથી પણ સ્પર્ધામાં મોકલવામાં આવશે.
