નિલય પટેલ |સાવલીના બ્રધર્સ ગ્રુપના 22 ફૂટના ગણેશજીને નવમા દિવસે ભાવભીની વિદાય વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા સાવલીમાં ગણેશ મહોત્સવ અંતર્ગત બ્રધર્સ ગ્રુપ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી 22 ફૂટ ઊંચી વિશાળ ગણેશજીની પ્રતિમાનું આજે નવમા દિવસે વાજતે-ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું.

નવ દિવસ સુધી બ્રધર્સ ગ્રુપ દ્વારા ગણેશજીની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી. નવમા દિવસે બાપ્પાની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. વિશાળ ગણેશ પ્રતિમા સાથે નીકળેલી વિસર્જન યાત્રામાં સાવલી ગામના મોટી સંખ્યામાં ભક્તો અને યુવાનો જોડાયા હતા.
ઢોલ-નગારાં અને વાજતે-ગાજતે નીકળેલી વિસર્જન યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ ગણપતિ બાપ્પાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. 22 ફૂટની વિશાળ ગણેશ પ્રતિમા વિસર્જન યાત્રામાં સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

નવ દિવસ સુધી બાપ્પાની ભક્તિ અને ઉત્સાહ સાથે સેવા કર્યા બાદ વિસર્જન સમયે ભક્તોમાં લાગણીસભર માહોલ જોવા મળ્યો હતો. ભક્તોએ ભારે મન સાથે ગણેશજીને ભાવભીની વિદાય આપી હતી. ‘ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે વહેલા આવજો’ના જયઘોષ સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી હતી.
આ સાથે બ્રધર્સ ગ્રુપના ગણેશ મહોત્સવનું ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે સમાપન થયું હતું.
