ગોધરા સ્થિત ‘ધી ઈકબાલ યુનિયન હાઈસ્કૂલ’ દ્વારા એક વિશેષ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમિર સ્ટુડિયોના સંચાલક આમિર મુલ્લાને તેમની ઉત્કૃષ્ટ સિનેમેટોગ્રાફી તેમજ શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમોના બહુભેતુક વિડિયો કવરેજ બદલ ‘બેસ્ટ સિનેમેટોગ્રાફી એવોર્ડ’ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પંચમહાલના ડી.વાય.એસ.પી. બિન્દ્રા જાડેજા અને ગોધરા ‘એ’ ડિવિઝન પી.આઈ. આર. એમ. વસૈયા તેમજ ગોધરા ‘બી’ ડિવિઝન પી.આઈ. હસમુખ ગામેતીના વરદ્દ હસ્તે આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
આમિર સ્ટુડિયોની સતત મહેનત, અનોખી સર્જનાત્મકતા અને ગુણવત્તાસભર વિડિયો નિર્માણની ઉચ્ચ કામગીરીને બિરદાવવા માટે આ વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું છે.
સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને આયોજકો દ્વારા આમિર સ્ટુડિયોની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ ભવિષ્યમાં પણ આવી જ ઉત્કૃષ્ટ કામગીરી માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
