(સાવલી)
સાવલી તાલુકા ના પીલોલ ગામે રખડતી ગાયોથી ખેડૂતો પરેશાન તેમજ ઉભા પાકને નુકસાન થતાં રોષ ફાટી નીકળ્યો છે અને ગાયોના ભેલાણ કરતા વિડિઓ અને ફોટો સાથે પોલીસ મથકે પહોંચીને ગોપાલક દંપતી વિરુદ્ધ પોલીસ ને રજૂઆત કરી છે
સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરોનો મુદ્દો ચર્ચાની એરણ પર છે તેવામાં સાવલી તાલુકામાં પણ રખડતા ઢોરોથી ત્રાહિમામ પોકારેલ પ્રજાએ પશુપાલક સામે બળવો પોકારીને પોલીસ મથકની વાટ પકડી છે પીલોલ ગામમાં રખડતી ગાયોના ત્રાસથી સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ગ્રામજનો દ્વારા જાણવા મળ્યા મુજબ કુબેરભાઈ દાજીભાઈ રબારી મૂળ ફતેગંજ વડોદરા ના છે અને પીલોલ ગામના જમાઈ છે અને તેમને પાંચ થી છ વર્ષ પહેલા દોઢ બે વીઘા જમીન ખરીદેલ છે અને પશુપાલન નો વ્યવસાય કરે છે

સ્થાનિકોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે પણ ગાયોના ટોળા રસ્તા પર અડિંગો જમાવી બેસી જતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.જ્યારે બીજી તરફ, વાવણી કરાયેલા ખેતરોમાં ગાયો ઘૂસી જતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું હોવાથી ખેડૂતોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.અને ગ્રામજનો પશુઓ દ્વારા થતા નુકશાન ની રજૂઆત કરવા જાય છે તો 112 ને ફોન કરીને પોલીસ બોલાવે છે અને કુબેરભાઈ રબારીના પત્ની અસભ્ય વર્તન કરે છે તેવો આક્ષેપ ગામના મહિલા ઉર્મિલા બેને કર્યો છે અને ગ્રામજનો વિરુદ્ધ ખોટીખોટી ફરિયાદો કરે છે
છુટ્ટા ઢોરોના ત્રાસથી કંટાળેલા સ્થાનિક રહીશોએ ગાયોના માલિક સામે મોરચો માંડ્યો છે અને સમગ્ર મામલે સ્થાનિકો લેખિતમાં પંચાયત ના લેટર પેડ પર ફરિયાદ કરવા માટે મંજૂસર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ગાયોના માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અને છુટ્ટી મુકેલી ગાયો દ્વારા પોતાના પાકને કરતા ભેલાણ ના વિડીયો અને ફોટા પોલીસને સુપરત કર્યા છે અને પશુપાલક તરફથી કરવામાં આવતી ખોટી ફરિયાદ મુદ્દે ખરાઇ કરવાની માંગ કરી છે

આ બાબતે માજી તાલુકા પંચાયત સદસ્ય દિનેશભાઈ એ જણાવ્યું હતું કે પિલોલ ગામનો માર્ગ સ્ટેટ હાઈવે નો માર્ગ છે અને છુટ્ટા ઢોરોના કારણે અકસ્માત અને ખેડૂતો ને નુકશાન જાય છે ગાય નો માલિક માથાભારે ઇસમ છે અને ખેડૂતો સામે ખોટી ફરિયાદો કરવામાં આવે છે તેના પગલે મંજુસર પોલીસ ને જિયો ટેગ વાળા ફોટા અને વીડિયો સોંપ્યા છે અને રૂબરૂ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવાની માંગ કરી છે અને ખેડૂતો ને થતું નુકશાન બંધ થાય ગાયોના માલિક ને પશુ ઓ રાખવા હોય તો પોતાની પ્રિમાઇસીસ માં રાખે અમને કોઈ વાંધો નથી અને પોતાના પશુઓને રસ્તા પર રખડતા મૂકવામાં આવતા હોય તો જવાબદારી નક્કી કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સાથે જ ખેડૂતોના પાકને થતા નુકસાનને અટકાવવા તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ છે
રખડતા ઢોરોના ત્રાસથી પીલોલ ગામની પ્રજા હેરાન છે સાથે સાથે સાવલી નગરમાં પણ રખડતા ઢોરોનો આંતક યથાવત છે સાથે સાથે મંજુસર બેંક થી મંજુસર સ્ટેન્ડ સુધી સેકડો ઢોરો જાહેર માર્ગ પર અડીંગો જમાવીને બેઠા છે અને રાહદારીઓ માથે મોતનું જોખમ ઉભું કરે છે છતાંય તંત્ર દ્વારા કે સંબંધિત વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે પશુપાલકો પશુપાલન કરે તે આવકાર્ય છે પરંતુ તેની યોગ્ય માવજત થાય તે પણ જરૂરી છે તેવી માંગ ઉઠી છે અન્યથા હાલ રખડતા ઢોરોનો મુદ્દો ભારે જટિલ સમસ્યા બની ગયેલ છે
તસવીરમાં સાવલી ના પિલોલ ગામે ગૌપાલક દંપતી દ્વારા પોતાના ઢોર છુટ્ટા મૂકવામાં આવતા ગ્રામજનો રજૂઆત કરવા મંજુસર પોલીસ મથકે પહોંચ્યા વેળાની તસવીરો નજરે પડે છે
