ગોધરા તા.
મહીસાગર ના ગ્રામ્ય વિસ્તારો મા વરસાદી માહૌલ વચ્ચે ચાંદીપુરમ વાયરસ સામે સજ્જ બનેલા આરોગ્ય વિભાગ ની કામગીરીઓ વચ્ચે કડાણા તાલુકા ના આંકલિયા ગામ ની એક સાત વર્ષ ની માસુમ દીકરી નુ શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ ની સારવાર વચ્ચે વડોદરા સયાજી હોસ્પિટલ મા મોત નીપજતા આંકલીયા પંથક મા ભારે શોકમગ્ન માહૌલ પ્રસરી જવા પામ્યો હતો.જો કે મહીસાગર મા શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસે એક માસૂમ દીકરી નો ભોગ લીધો હોવાની ચોંકાવનારી ખબરો સાથે મહીસાગર ના આરોગ્ય વિભાગ ની ટીમો કડાણા તાલુકા ના આંકલીયા ગામે દોડી આવી ને ચાંદીપુરમ વાયરસ નો ફેલાવો કરતી સેન્ડ ફ્લાય ના ઉપદ્રવ ને કાબૂમાં લેવા માટે તત્કાળ કામગીરીઓ હાથ ધરી હતી.

કડાણા તાલુકા ના આંકલીયા ગામ ની સાત વર્ષ ની માસુમ દીકરી હિરલ ડામોર ની તબિયત લથડતા સૌ•પ્રથમ લુણાવાડા ખાતે સારવાર અર્થે દાખલ કરાઈ હતી.આ માસૂમ દીકરી હિરલ શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ નો ભોગ બની હોવાની શંકાઓ સાથે તેણીને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.જો કે આંકલીયા ગામ આ માસૂમ દીકરી હિરલ નુ શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ ના કારણે સારવાર દરમિયાન મોત થતા મહીસાગર ના આરોગ્ય વિભાગ સમેત આંકલીયા પંથક મા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.
