(મયુર જાની)
ગોધરા એલ.સી.બી.ની ટીમ દવારા ગોધરા ખાડી ફળીયામાં સિન્દુરી માતાના મંદિર, રેલ્વે ફાટક પાસે બંધ મકાનમાં જુગાર રમતા કુલ-૦૯ જુગારીયાઓને પકડી રોકડા રૂ.૩૧,૨૮૦/-નો મુદ્દામાલ કબજે કર્યો.
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, વિધી ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હરેશભાઈ દુધાત સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી,એ.બી.વોરા એલ.સી.બી. ગોધરા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી/કર્મચારીઓને જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ રાખી રેઈડો કરવા સુચના કરેલ.
જે સુચના મુજબ અ.હે.કો કિર્તેશકુમાર નટવરભાઈ તથા અ.હે.કો શૈલેષકુમાર બચુભાઇ એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, સંજયકુમાર પ્રભુદાસ ખીસ્તી રહે. સિંદુરી માતાના મંદિર પાસે ગોધરા જી.પંચમહાલ નાઓ પોતાનો આર્થીક લાભ મેળવવાના હેતુસર પોતાના કબજાના મકાન સિદુરી માતાના મંદિર પાસે રેલ્વે ફાટક પાસે ગોધરામાં કેટલાક માણસો ભેગા કરી બંધ મકાનમાં ગંજી પાના પત્તાથી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલમા જુગારની પ્રવૃત્તિ ચાલુ છે તેવી મળેલ બાતમી આધારે શ્રી બી.એમ.રાઠોડ પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે ગોધરા સિન્દુરી માતાના મંદિર પાસે ખાડી ફળીયામા બાતમીવાળી જગ્યાએ જુગારની રેઈડ કરતા નીચે મુજબના ઇસમોને જુગાર રમતા પકડી પાડેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) સંજય પ્રભુદાસ ખીસ્તી રહે. સિંદુરી માતાના મંદિર પાસે ગોધરા
(૨) ઇકબાલભાઈ રસુલભાઈ શેખ રહે. કાશીમાબાદ સોસાયટી કાલોલ
(૩) કમલેશભાઈ કસનાભાઈ મકવાણા રહે.પાવરહાઉસ તીરગઢ વાસ ગોધરા
(૪) સલીમમીયા મહંમદમીયા મલેક રહે. સિંદુરી માતાના મંદિર પાસે ગોધરા
(૫) રમેશભાઈ કસનાભાઈ મકવાણા રહે.એસ.ટી બસ સ્ટેશન પાછળ ગોધરા
(૬) વિનોદકુમાર પરષોત્તમદાસ રામચંદાની રહે.ઝુલેલાલ સોસાયટી ગોધરા
(૭) સુલતાનભાઇ અબ્દુલ્લા મીઠા રહે. વાલી ફળીયા નંબર ૦૧ ગોધરા
(૮) ગોવિંદભાઈ અમરાભાઈ વણઝારા રહે. અસાયડી, હોટલની બાજુમા તા.દે.બારીઆ
(૯) ફારૂક ઉર્ફે બાબુ મોહમદ ભોલ રહે. રામપુરા ચિખોદરા તા.ગોધરા
(૫) રમેશભાઈ કસનાભાઈ મકવાણા રહે.એસ.ટી બસ સ્ટેશન પાછળ ગોધરા
(૬) વિનોદકુમાર પરષોત્તમદાસ રામચંદાની રહે.ઝુલેલાલ સોસાયટી ગોધરા
(૭) સુલતાનભાઈ અબ્દુલ્લા મીઠા રહે. વાલી ફળીયા નંબર ૦૧ ગોધરા
(૮) ગોવિંદભાઈ અમરાભાઈ વણઝારા રહે. અસાયડી, હોટલની બાજુમા તા.દે.બારીયા
(૯) ફારૂક ઉર્ફે બાબુ મોહમદ ભોલ રહે. રામપુરા ચિખોદરા તા.ગોધરા
કબજે કરેલ મુદ્દામાલ:-
(૧) અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૨૦૧૨૦/-
(૨) દાવ ઉપરના રોકડા રૂ. ૧૧,૧૬૦/-
(૩) ગંજી પાના પત્તા નંગ- ૧૦૪ કિ.રૂ.૦૦/-
(૪) લાઇટબીલ -૦૧ કિ.રૂા. ૦૦/-
(૫) પાથરણુ નંગ- ૦૧ કિ.રૂા. ૦૦/-
ઉપરોકત આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
