(મયુર જાની)
કાલોલ તાલુકા ના વેજલપુર ના પોતે પ્રતિષ્ઠિત હોવાનો દેખાવ કરી ને અંદરખાને વ્યાજખોરો ના સહારે વ્યાજ નો ધંધો કરતા એક ત્રિપુટી નો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો એવો બહાર આવ્યો છે કે ગોધરા મા રહેતા એક ઇસમ પાસે થી વ્યાજ ના ૩૫ લાખ રૂપિયા ની વસૂલાત કરવા માટે વેજલપુર ની વ્યાજખોર આ ત્રિપુટી એ ગોધરા માં રહેતા નિલેશકુમાર જોશી ને પોતાનુ એક મકાન હોવુ જોઈએ ની ઈચ્છાઓ ધરાવતા આ રહીશ ની સાથે ગોધરા મા આવેલ એક મકાન દેખાડી ને ૩૫ લાખ ના કરેલા સોદા ના રૂપિયા ની રોકડી કરી લીધા બાદ આ મકાન ના માલીક ને આપેલા વ્યાજ ના લાખ્ખો રૂપિયા ની વસૂલાતો કરી ને “હાથ અધ્ધર” કરી ને ગોધરા ના આ રહીશ ને ધાક ધમકીઓ આપી ને કરવામાં આવેલ એક ચોંકાવનારી છેતરપિંડી નો મામલો વેજલપુર પોલીસ મથક મા પહોંચ્યો છે. એમા ગોધરા ના રહીશ નિલેશકુમાર જોશી દવારા વેજલપુર ના અગ્રણી એવા પ્રતિષ્ઠિત કહેવાતા સતીષભાઈ,જીગ્નેશભાઈ, સોનલબેન અને ગોધરા ના કમલેશભાઈ સામે કાયદેસર ફરીયાદ દાખલ કરવા સંદર્ભમાં ફરીયાદ સ્વરૂપ લેખિત અરજી આપતા સમગ્ર વેજલપુર મા જબરદસ્ત ખડભડાટ પ્રસરી જવા પામ્યો છે.એટલા માટે કે વેજલપુર ના આ પ્રતિષ્ઠિત ચહેરાએ પોતાના વ્યાજખોરી ના કરતુકો કયાંક ગુના મા ફેરવાઈ જાય આ પહેલા આ મામલા મા ફરીયાદ દાખલ ન થાય અને લાખ્ખો રૂપિયા નો મામલો અંદરો અંદર સમેટાઈ જાય આ માટે અંદરખાને જબરદસ્ત ધમપછાડાઓ શરૂ કર્યા હોવાનુ કહેવાય છે.
ગોધરા ખાતે રહેતા કમલેશભાઈ પાસે થી ૩૫ લાખ રૂપિયા ના વ્યાજ ના નાણા ની વસૂલાત કરવા માટે વેજલપુર ની ભેજાબાજ વ્યાજખોર ત્રિપુટી એ ગોધરા ના કમલેશભાઈ ના મકાન નો સોદો નિલેશકુમાર જોશી સાથે બારોબાર ૩૫ લાખ રૂપિયા મા નક્કી કરી ને નિલેશકુમાર જોશી પાસે થી ૩૫ લાખ રૂપિયા અવનવી તરકીબો સાથે તબક્કાવાર લઈ લીધા બાદ વેજલપુર ના આ પ્રતિષ્ઠિત કહેવાતા સતીષભાઈ એ મકાન નો વેચાણ દસ્તાવેજ કરી આપવાના બદલે હાથ અધ્ધર કરી દીધા હતા.અને મકાન નો સોદો કરનાર નિલેશકુમાર જોશી ને ધાક ધમકીઓ આપી ને અમોએ અમારા વ્યાજે આપેલા રૂપિયા ની વસૂલાત કરી દીધી છે હવે તમે જાણો અને મકાન માલીક જાણે અહીયા આવવાનુ નહી ના ધમકી ભર્યા ઉચ્ચારણો આપ્યા હતા.જ્યારે મકાન માલીક કમલેશભાઈ પણ વેજલપુર ની વ્યાજખોર ત્રિપુટી ના દેવા માંથી મુક્ત થયા બાદ આ મકાન તો મારું છે અહીયા પગ મૂકવાનો નથી જ્યાં પૈસા આપ્યા ત્યાં જાવ ના ઉધ્ધત જવાબો આપવાનુ શરૂ કરતા સમગ્ર સમગ્ર ચોંકાવનારો કિસ્સો વેજલપુર પોલીસ મથક મા ફરીયાદ સ્વરૂપ મા પહોચતા સમગ્ર વેજલપુર મા સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.
