(વડોદરા, તા.૨૭ )
ડભોઈ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા એક ગંભીર ગુનાના કામે નામદાર કોર્ટ દ્વારા બે આરોપીને ફરારી જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
વિગતો મુજબ, ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજીસ્ટર પાર્ટ-એ. ૧૧૧૯૭૦૧૪૨૫૧૫૬૪/૨૦૨૫ અને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૧, ૩૩૩, ૫૪ મુજબના ગુના સંદર્ભે હાલ સેસન્સ કેસ નં. ૦૬/૨૦૨૫ની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. આ ગુનો તા. ૧૩/૦૮/૨૦૨૫ના રોજ ડભોઈ-વડોદરા રોડ પર ફરતીકુઈ ગામની સીમમાં આવેલ ‘શ્રી રામ ટીમ્બર્સ એન્ડ સેન્ટ્રીંગ’ નામના શેડમાં બનેલી ઘટના અંગે નોંધવામાં આવ્યો હતો.
આ કેસના પ્રથમ આરોપી દયારામ ઉર્ફે દયાલ ઉર્ફે સૂરજ ભુરા મોહનીયા (ઉં.વ. ૪૬, રહે. હાત્યા દેલી તડવી ફળિયું, તા. રામા, જી. ઝાબુઆ, થાણા-કાલીદેવી, મધ્યપ્રદેશ) ટ્રાયલ દરમિયાન નામદાર કોર્ટમાં હાજર થતા નથી અને તેઓ તેમના નિવાસસ્થાનના સરનામે પણ મળી આવતા નથી. આથી, નામદાર કોર્ટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૮૪ મુજબ આ આરોપીને ફરારી જાહેર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આરોપીની ભાળ મેળવવાના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર, ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા વિનંતી કરવામાં આવી છે કે, આ આરોપી અંગે કોઈ પણ નાગરિક પાસે માહિતી હોય તો ત્વરિત પોલીસનો સંપર્ક કરવો.