દાહોદ જિલ્લામાં એક જ દિવસે જૂથ અથડામણની બે ઘટનાઓ બની. સંજેલીમાં બબાલ બાદ મોડી સાંજે લીમખેડા તાલુકાના દુધિયા ગામ પાસે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી.પ્રાથમિક માહિતી મુજબ, દુધિયા ગામ પાસે કોઈ કારણસર બે જૂથ સામસામે આવી ગયા હતા.
બોલાચાલી ઉગ્ર બનતાં બંને પક્ષે લાકડીઓ અને પથ્થરોથી હુમલો કર્યો હતો.અથડામણ અને પથ્થરમારામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો સ્થળે પહોંચ્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો. વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે

