અવધ એક્સપ્રેસ | સાવલી
વડોદરા જિલ્લાના સાવલીમાં BRC ભવન ખાતે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં સાવલી, વાઘોડિયા અને ડેસર ત્રણ તાલુકાના બાલવાટિકા થી ધોરણ બાર સુધીના દિવ્યાંગ વિદ્યાર્થીઓનું અસેસમેન્ટ કરી, તેમને જરૂરિયાત મુજબના સાધનો પૂરા પાડવા માટે રજીસ્ટ્રેશન અને માપનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એલિકોઝ કંપનીના સહયોગથી દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાધન સહાય પૂરી પાડવામાં આવશે. જેમાં ત્રણ તાલુકાના 115 થી વધુ વિદ્યાર્થીઓએ આ એસેસમેન્ટ કેમ્પનો લાભ લીધોહતો મોટી સંખ્યામાં શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
