રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશના નેતૃત્વમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળ5 થી 9 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાનારીઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU) ની 153મી એસેમ્બલી અને સંબંધિત બેઠકોમાં ભાગ લેવા માટે અરુષા, યુનાઈટેડરિપબ્લિક ઓફ તાંઝાનિયા માટે રવાના થયું છે.
IPU એસેમ્બલી “સર્વસમાવેશકતા, ટ્રસ્ટ અને સમાન તકો દ્વારા સુશાસનમાં વધારો કરવો અને સમુદાયોને સશક્ત બનાવવું” થીમ પર ચર્ચા માટે વિશ્વભરનાસંસદસભ્યોને એકસાથે લાવશે.
ભારતીય પ્રતિનિધિમંડળમાં હરિવંશ, ઉપાધ્યક્ષ, રાજ્યસભા (પ્રતિનિધિમંડળના નેતા); અનુરાગ સિંહ ઠાકુર, સાંસદ, લોકસભા; અપરાજિતા સારંગી, સાંસદ, લોકસભા; ડૉ. સસ્મિત પાત્રા, સાંસદ, રાજ્યસભા; ડૉ. સંજય જયસ્વાલ, સાંસદ, લોકસભા;. કમલજીતસેહરાવત, સાંસદ, લોકસભા; ડૉ. લતા વાનખેડે, સાંસદ, લોકસભા; બિજુલીકલિતામેધી, સાંસદ, લોકસભા; અને એન.કે. પ્રેમચંદ્રન, સાંસદ, લોકસભાનો સમાવેશ થાય છે.
પ્રતિનિધિમંડળ સમકાલીન વૈશ્વિક સુસંગતતા ધરાવતા મુદ્દાઓ પર વ્યાપક શ્રેણીની બેઠકો, પેનલ ચર્ચાઓ અને વર્કશોપમાં ભાગ લેશે અને આ બાબતો પર ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરશે.
હરિવંશગવર્નિંગ કાઉન્સિલ, જનરલ ડિબેટ, ઇમરજન્સીઆઇટમ પરની ચર્ચા અને IPU પ્રમુખ પદના ઉમેદવારો સાથેની સુનાવણીમાં ભાગ લેશે.
ભારતીય પ્રતિનિધિમંડળના સભ્યો અન્ય વિષયોની સાથે લોકશાહી અને માનવ અધિકાર, શાંતિ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા, ટકાઉ વિકાસ, મહિલાઓની ભાગીદારી, વિજ્ઞાન અને ટેકનોલોજી, કાઉન્ટર-ટેરરિઝમ, આરોગ્ય, માનસિક સ્વાસ્થ્ય, ક્રિટિકલ મિનરલ્સ, આર્ટિફિશિયલઈન્ટેલિજન્સ અને ભવિષ્યનું કામ, દરિયાઈ સુરક્ષા, આબોહવા પરિવર્તન અને પર્વત તેમજ મહાસાગરનીઇકોસિસ્ટમનું સંરક્ષણ જેવા વિષયો પરની ચર્ચાઓમાં ભાગ લેશે.
ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળની ભાગીદારી IPU સાથે ભારતનું સતત જોડાણ અને વૈશ્વિક શાંતિ, વિકાસ, લોકશાહી અને સમુદાયોનાસશક્તિકરણને અસર કરતા મુદ્દાઓ પર સંસદીય મુત્સદ્દીગીરી, બહુપક્ષીય સંવાદ અને સંસદો વચ્ચેના સહયોગ પ્રત્યેની તેની કટિબદ્ધતાને દર્શાવે છે.
