સાવલી-પોઈચા રોડ પર કાર-બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત, 45 વર્ષીય બાઈક ચાલક ગંભીર રીતે ઘવાયો

સાવલી-પોઈચા રોડ પર વેરાઈ માતાના મંદિર નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવક ગંભીર રીતે ઘવાયો હતો.

બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની મદદથી ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સાવલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું નામ વિક્રમભાઈ રાવજીભાઈ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું છે. આશરે 45 વર્ષીય વિક્રમભાઈ ચૌહાણ આણંદ જિલ્લાના સીલી ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.અકસ્મતના પગલે સાવલી-પોઈચા રોડ પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
